Latest

જિલ્લામાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા સુજલામ સુફલામ અભિયાન આશીર્વાદરૂપ બનશે સાંસદ શ્રીદિપસિંહ રાઠોડ

સાબરકાંઠા જિલ્લાના સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં પ્રાંતિજ તાલુકાના બોભા ગામ થી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડું કરવાની કામગીરીનું ખાતમૂહુર્ત કરી જિલ્લા કક્ષાના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાયો

જળ એ જ જીવન, ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં
રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા

સુજલામ સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૨માં જિલ્લામાં ૪૦૮ કામો હાથ ધરાશે ૭૮૬૨૩૫ માનવદિન ઉત્પન્ન થશે જેમાં ૮૦૬૪૭૩ ઘન મીટર માટી કામ થશે જેમાં ૨૮.૨૫ લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે. જેમાં ૨૧૬૯.૫૭ લાખ રૂપિયાનો ખર્ચ થશે

જિલ્લામાં સાંસદ, ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પોતાના વિસ્તારમાં જળ અભિયાનનો પ્રારંભ આજથી જ કરશે જેમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, નહેરની સફાઈ, જળાશય ઊંડા કરવા, નદીઓની સફાઈ મરામત જેવા જળસંગ્રહના કામ હાથ ધરાશે.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

રાજ્યમાં ૧૯ માર્ચ થી ૩૩ જિલ્લાઓમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૨નો પ્રારંભ મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તળાવો ઉંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પૂજા અને ખાતમુહૂર્ત કરીને આ રાજ્યવ્યાપી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, પૂર્વ મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહ અને અગ્રણીઓએ ઉત્સાહભેર આ અભિયાનને વધાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે જિલ્લામાં આ જળ અભિયાન ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા માટે આશીર્વાદરૂપ બનશે અને આપણે સૌએ એક એક પાણીના ટીંપાનો સંગ્રહ કરીને આ જળ અભિયાનને સફળ બનાવવાનું છે. સરકાર એક કદમ આગળ વધે તો આપણે પણ તેમની સાથે કદમથી કદમ મિલાવી પ્રગતિની કેડી કંડારવાની છે. પહેલા ભૂતકાળમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતી હતી તે હવે દુર થઈ છે તેના મૂળમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળ અભિયાનનું ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. જેના સારા પરિણામો આપણને મળી રહ્યા છે અને ખેડૂત આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે. કિસાનો જ દેશને સમૃદ્ધિ તરફ દોરી જાય છે અને ગુજરાતએ દેશનું રોલ મોડેલ બન્યું છે.


આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા એ જણાવ્યું હતું કે, જળ એ જ જીવન છે પાણી વગરનું જીવન જીવસૃષ્ટિ માટે મુશ્કેલ છે. આપણે જેટલું પાણી જમીનમાંથી ખેંચીએ છીએ તેટલું જ પાણી જળ સંચય કરી જમીનમાં ઉતારવા સૌને હાકલ કરી હતી અને ગર્ભિત સંકેત આપતા જણાવ્યું કે હવે પાણી માટે યુદ્ધ થાય તો નવાઈ નથી પણ રાજ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પાણીના સંગ્રહ માટેની સુચારુ વ્યવસ્થા વિકસાવી છે તેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની દિર્ધદ્રષ્ટિનું આ ઉદાહરણ છે. આપણી માનવ સંસ્કૃતિ નદી કિનારે વિકસી છે અને પાંગરી છે. સૌ સાથે મળીને જળ અભિયાનને આગળ ધપાવીએ જનકલ્યાણના કાર્યોમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દર વર્ષે ચોમાસા પહેલા આ જળ સંચય અભિયાન ચલાવે છે તેનાથી ખેતી અને પશુપાલનને માનવ સૃષ્ટિને મોટો ફાયદો થાય છે. જળ, જંગલ, જમીન અને પર્યાવરણનું જતન કરી આ સરકારે જન કલ્યાણના અનેક કામોને પ્રાધાન્ય આપી રહી છે. સૌની પ્રગતિમાં કદમ સે કદમ મિલાવી રહી છે.


આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકારી સુજલામ સુફલામ જળ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને અભિયાનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી આંકડાકીય વિગતો આપતા જણાવ્યુ કે, સુજલામ સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૨માં જિલ્લામાં ૪૦૮ કામો હાથ ધરાશે ૭૮૬૨૩૫ માનવદિન ઉત્પન્ન થશે જેમાં ૮૦૬૪૭૩ ઘન મીટર માટી કામ થશે જેમાં ૨૮.૨૫ લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે. જેમાં ૨૧૬૯.૫૭ લાખ રૂપિયાનો ખર્ચ થશે.

આ પ્રસંગે સુજલામ સુફલામ જળ અભિયાન અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરાઈ હતી પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત અને પ્રાર્થના રજૂ કરાઇ હતી.આ પ્રસંગે સિંચાઈ, નગરપાલિકા, વનવિભાગ, પાણી પુરવઠો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વોટરશેડ, સિંચાઇ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મહિલા બાળ વિકાસ ચેરમેન રેખાબા ઝાલા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબા, બોભા ગામના સરપંચ, ગ્રામ જનો સરપંચશ્રીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેરશ્રી કોટવાલ દ્રારા આભાર વિધિ કરાઇ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *