Breaking NewsLatest

સાબરકાંઠા બેંકની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા ડીઝીટલ માધ્યમથી યોજાઈ

બેંકના તમામ વ્યવહારો ડીઝીટલ માધ્યમથી થાય તેવો અનુરોધ કરુ . ચેરમેન મહેશભાઇ પટેલ

ધીરાણ લેનાર તમારો ક્રેપડીટ સ્કોર ન બગડે તેનું ધ્યાન રાખીયે … .મહેશભાઈ પટેલ

૧૩૨૪ ખેડૂત મિત્રો ધીરાણ લેતા કોરોના કાળમાં મૃત્યુ થયા છે તેના પરીવારની પણ બેકે ચીંતા કરી છે . . મહેશભાઇ પટેલ

પશુધીરાણ સાબરડેરી મારફતે આપવાનું નકકી કર્યું છે .. …… ..મહેશભાઈ પટેલ

બેંક ખેડૂતો માટે હંમેશા ચીંતીત રહેશે …. મહેશભાઈ પટેલ

ખેડૂત મીત્રો પોતાના જીવનને વધુ સમર્થ બનાવવા માટે બેંકની યોજનાઓનો લાભ લો …. મહેશભાઇ પટેલ

સાબરકાંઠા બેંક ટૂંક જ સમયમાં નેટ બેકીંગથી જોડાશે : ચેરમેન મહેશભાઈ પટેલ

આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેક યોજનાઓ બનાવી છે . મહેશભાઇ પટેલ


સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના લોકો સાથે આપણે લાગણી હુંફ સાથે જીવી રહ્યા છીએ . મહેશભાઈ પટેલ સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન તેમજ લોક હૃદયમાં સ્થાન પામેલી ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી . હિંમતનગરની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા , સાબરડેરીના ઓડીટોરીયમમાં તા.૨૮-૬-૨૦૨૧ના રોજ બેંકના યુવા અને ઉત્સાહી ચેરમેન શ્રી મહેશભાઇ અમીચંદભાઇ પટેલના પ્રમુખ સ્થાને કોરોના મહામારીના કારણે રૂબરૂ યોજી શકાય તેમ ન હોઇ ડીઝીટલ માધ્યમથી યોજાઇ . આ પ્રસંગે વૈશ્વિક કોરોના મહામારીમાં પોતાનું અમૂલ્ય જીવન ગુમાવનાર સૌ બાંધવો તથા બેંકના પુર્વ ડીરેકટશ્રીઓ તથા બેંક સ્ટાફના આત્માની શાંતિ માટે દરેક જગ્યા ઉપર ઉભા થઇ બે મીનીટનું મૌન રાખી સૌને શ્રધ્ધાજલી પાઠવી . આ પ્રસંગે પ્રસંગને અનુરૂપ સ્વાગત પ્રવચનમાં બેંકના ચેરમેનશ્રીએ બંને જીલ્લામાં સહકારી પ્રવૃત્તિએ કોરોના મહામારીમાં પણ સભાસદો ખેડૂતો સાથે ખભે ખભા મીલાવી આર્થિક પ્રવૃતિને સતત ચાલુ રાખી મદદરૂપ થવા પ્રયત્ન કરેલા છે.ખેડૂતો દ્વારા પણ ૯૮.૬૦ % ઉપરાંતની વસુલાત આપી બેંકને સક્ષમ બનાવવામાં ફાળો આપેલ છે તે બદલ ચેરમેનશ્રીએ બંને જીલ્લાના ધિરાણ લેતા ખેડૂત મિત્રો સભાસદોનો આભાર વ્યકત કરેલ . ભારત સરકારના ડીઝીટલ ઇન્ડીયાના ઉદ્દેશને ચરિતાર્થ કરવા બેંક દ્વારા તમામ ડીઝીટલ બેંકીંગની સુવિધાઓ શરૂ કરવામાં આવેલ છે જેના કારણે ગ્રાહકોને ઘરે બેંઠા બેકીંગ સુવિધા મળી રહેલ છે . જેના ભાગરૂપે ૪૦૦ ઉપરાંત જેટલા સહકાર સાથી બનાવી તેમને માઇક્રો એ.ટી.એમ.આપી ગ્રામ્ય કક્ષાએ ડીઝીટલ ટ્રાન્જકશનનો વ્યાપ વધારવામાં આવી રહેલ છે . તાજેતરમાં બેંકને ઇન્ટરનેટ બેકીંગની સુવિધા માટે મંજુરી મળેલ છે એટલે કોમર્શિયલ બેંકની જેમ તમામ સુવિધાઓ આપણી જિલ્લા બેંક પુરી પાડશે . આ પ્રસંગે સાબરકાંઠા / અરવલ્લી જીલ્લાના ૧૩ તાલુકાઓની જે તે તાલુકામાં સૌથી વધુ કે.સી.સી.ધીરાણ અને તેની ૧૦૦ % વસુલાત કરનાર સેવા મંડળીઓના પ્રતિનિધિઓને બેંકના ચેરમેન તથા બોર્ડ ઓફ ડીરેકટર્સશ્રી દ્વારા પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માનીત કરવામાં આવેલ . તથા સૌથી વધુ ડીઝીટલ ટ્રાન્જકશન કરનાર ૫ જેટલા સહકાર સાથી મિત્રોને પણ બેંકના બોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા . બેંકના ચીફ એકઝીકયુટીવશ્રી એચ.પી.નાયક દ્વારા એજન્ડા ઉપરના તમામ કામો હાથ ધરાતા તમામ સભાસદોએ સર્વાનુમતે અનુમોદન આપતા સહકારીતાના અદભુત દર્શન થયેલ . અંતમાં બેંકના માનનીય વાઇસ ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ એન.ભાટીએ ડીઝીટલ માધ્યમથી ઉપસ્થિત તમામ સભાસદો તથા સહકારી આગેવાનોનો આભાર માની મીટીંગનું કામકાજ પૂર્ણ થયેલ જાહેર કરેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *