ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી અને શ્રી રાજપુત કરણી સેના ભાવનગર IT CELL પ્રમુખ ક્રિપાલસિંહજી વાળા તરેડી નો આજે બુધવારે જન્મદિવસ છે ત્યારે ક્રિપાલસિંહ વાળા તરેડી દ્વારા પોતાના જન્મદિવસ ના દિવસે ભાવનગર બ્લડબેંક સરદાર નગર ખાતે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ નુ મંગલ દીપ પ્રાગટય સવારે 10.30 કલાકે ભાવનગર યુવરાજ સાહેબ જયવીરરાજસિંહજી ગોહિલ અને ગોહીલવાડ રાજપુત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ ના શુભ હસ્તે કરવામાં આવશે
સાથે દરેક રક્તદાતાઓ ને એક વર્ષ માટે 2 લાખ ની અકસ્માત વીમા પોલિસી અને શ્રીમદ ભગવદ્ ગીતા નુ પુસ્તક અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની તસ્વીર સપ્રેમ ભેટ આપવામા આવશે
આ કેમ્પમાં વધારે મા વધારે લોકો રક્તદાન માટે જોડાઈ તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે















