Breaking NewsLatest

સિવિલ હોસ્પિટલમાં ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથને કરાવ્યું ધ્‍વજવંદન

કોરોના મહામારીમાં યશસ્વી કામગીરી કરનારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયુ..

અમદાવાદ:  સિવિલ હોસ્પિટલના અસ્મિતાભવન ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથને રાષ્‍ટ્રભકિતના માહોલમાં આન, બાન, શાન સાથે ધ્‍વજવંદન કરાવ્‍યું હતું.

કોરોનાની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખૂબ જ ટૂંકા ગાળામાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અધતન સુવિધાયુક્ત ઉભી કરવામાં આવેલી કોરોના ડેડીકેટેડેટ ૧૨૦૦ બેડ હોસ્પિટલ દેશની સૌથી મોટી કોવિડ  હોસ્પિટલ છે . આ હોસ્પિટલની ઉત્કૃષ્ઠ કામગીરીએ સમગ્ર દેશભરમાં ઉત્તમ સારવારનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યુ છે તેમ શ્રી કૈલાસનાથને કહ્યું હતુ.

શ્રી કૈલાસનાથને સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા દિશા-નિર્દેશો તેમજ સમયાંતરે થયેલા સુધારોનું સિવિલ હોસ્પિટલ દ્વારા યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યુ હતું તેમજ હોસ્પિટલના તબીબો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને સોંપવામાં આવેલી ફરજને ખંતપૂર્વક નિભાવી હોવાનું ઉમેર્યુ હતુ.

કોરોનાની મહામારીની સારવાર સમગ્ર વિશ્વમાં માટે ટ્રાયલ અને એરર ઉપર આધારિત હતી. આવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવારને લગતી અનેક પહેલ કરવામાં આવી હતી જે સમગ્ર ગુજરાત રાજ્યની અન્ય હોસ્પિટલ માટે ઉદાહરણ રૂપ બની રહી હતી તેમ શ્રી કૈલાસનાથને વિશેષમાં જણાવ્યુ હતુ.

શ્રી કૈલાસનાથને હોસ્પિટલની કોરોના સામેની લડત વિશે કહ્યુ કે, હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીને શ્રેષ્ઠ સારવાર આપીને તેનો જીવ બચાવવો તેમજ બીજી બાજુએ આ રોગના સંક્રમણનો ફેલાવો થતો અટકાવવો તે રીતે બે ભાગમાં વિભાજીત થયેલી છે જે બંને પરિસ્થિતિઓમાં સિવિલ મેડીસીટી દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હોવાનું કહ્યુ હતુ.

સિવીલ હોસ્પિટલમાં ઉભી કરવામાં આવેલી હાઇટેક સુવિધાઓ, સી.સી.ટી.વી. કેમેરાઓ ના કારણે ગાંધીનગર જ નહીં પરંતુ દિલ્હી સુધી સારવાર અને વ્યવસ્થાપનનો ચિતાર મેળવવો ખૂબ જ સરળ બન્યો હતો. સિવિલ હોસ્પિટલના અધતન સુવિધાયુક્ત મોડલની પ્રસંશા કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવી હોવાનું શ્રી કૈલાસનાથને ઉમેર્યુ કહ્યુ હતુ.

૭૪માં સ્વાતંત્ર્યપર્વની કોરોનાની મહામારી વચ્ચે ઉજવણી થઇ રહી છે ત્યારે કોરોના સામેની લડતમાં દર્દીનારાયણની સેવા-શુશ્રુષા કરતા કરતા શહીદી વહોરનાર સિવિલના સ્ટાફ મિત્રો ના પરિવારજનોનું તેમજ કોરોનાની શરૂઆત થઇ ત્યારથી આજદિન સુધી આ જંગમાં ખડેપગે સંનિષ્ઠ ફરજ બજાવનાર તેમજ યશસ્વી કામગીરી કરનાર કોરોના વોરીયર્સનું અતિથી વિશેષના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મહેસુલ વિભાગના અગ્રસચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિ, આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરે, નેશનલ હેલ્થ મિશના ડાયરેક્ટર શ્રી જે.ડી. દેસાઇ, મેડિકલ જગતના તબીબી નિષ્ણાંતો, સિવિલ મેડિસિટીમાં આવેલી તમામ હોસ્પિટલના વડા, તબીબો, નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ખાસ ફરજ પરના અધિકારી ડૉ. એમ.એમ. પ્રભાકર, સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.પી. મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કલોલમાં નવનિર્મિત લિમિટેડ હાઈટ સબવે (LHS) નું લોકાર્પણ કર્યું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજ્યમંત્રી,…

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની થઈ નક્કર કાર્યવાહી

જામનગર, એબીએનએસ: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા…

ઘોઘંબામાં ગુંદી તાલુકાની માંગ સામે સ્થાનિકોના સખ્ત વિરોધ સાથે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ રખાયા

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): તાજેતરમાં કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા…

સુરત ખાતે વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા ૫૦,૦૦૦ ‘નેક સેફ્ટી બેલ્ટ’નું વિનામૂલ્યે વિતરણ કરાયું

સુરતઃએબીએનએસ: ૨૫ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ખાસ મિત્રનું અવસાન થતા ડિસ્ટ્રીક્ટ…

હારીજ શહેરમા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમયાત્રા રથનું લોકાર્પણ કરાયું

એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે…

1 of 683

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *