અમદાવાદ: ભારત સરકારે જુનિયર ડિવિઝન/ જુનિયર વિંગ કેડેટ્સ માટે સંપૂર્ણ સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ ગુજરાત નિદેશાલય માટે વધારાની 3721 જગ્યાની ફાળવણી કરી છે. આનાથી ખાનગી શાળાઓના એવા તમામ વિદ્યાર્થીઓને લાભ થશે જેઓ મર્યાદિત બેઠકોના કારણે NCCમાં જોડાવાની પ્રતીક્ષામાં છે. આ જગ્યાઓની વિવિધ યુનિટ્સમાં રસ ધરાવતી શાળાઓમાં વહેંચણી કરવામાં આવશે. આ કેડેટ્સને સ્ટ્રક્ચર્ડ મિલિટરી તાલીમ આપવામાં આવશે અને તેઓ શિબિર, વિવિધ સાહસપૂર્ણ પ્રવૃત્તિઓ અને સૌથી પ્રતિષ્ઠિત એવી નવી દિલ્હી ખાતે યોજાતી પ્રજાસત્તાક દિવસ શિબિરમાં પણ ભાગ લઇ શકશે. આ કેડેટ્સ શાળાઓમાં તેમની NCCની તેમની તાલીમ પૂરી કર્યા પછી ‘A’ અને ‘B’ પ્રમાણપત્ર માટે પાત્રતા ધરાવશે અને તેનાથી સશસ્ત્ર દળોમાં જોડાવામાં પણ તેમને મદદ મળી રહેશે. ગુજરાત NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે કહ્યું હતું કે, ખાનગી શાળાઓ માટે આ પરિવર્તનકારી નિર્ણય છે. આ બેઠકો લેવામાં રસ ધરાવતી તમામ શાળાઓ તેમની નજીકના NCC યુનિટનો સંપર્ક કરી શકે છે.
સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ જુનિયર ડિવિઝન / જુનિયર વિંગ કેડેટ્સ માટે વધારાની 3721 જગ્યાઓ ફાળવવામાં આવી
Related Posts
મહુવા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
"બેટી બચાવો બેટી પઢાવો" યોજનાના ૧૦ વર્ષ પુર્ણ નિમિત્તે જિલ્લા મહિલા…
સણોસરા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને કિસાન સન્માન સમારોહ યોજાયો
દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો ૧૯મો હપ્તો…
ચીખલા પ્રાથમીક શાળાના બાળકોએ પાણીની બોટલથી રોકેટ બનાવીને ઉડાડ્યા
વૈજ્ઞાનિક પ્રથમભાઈ આંબળાએ આપી હતી ટ્રેનીંગ બાળકો ધારે તો શું ના કરી શકે તેનું…
ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ સેરેમનીનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ…
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો
પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ…
દિલ્હી ખાતે સમી ગામના રહેવાસી સાસુ વહુનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ સન્માન કરાશે
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાનો સમી તાલુકો સમગ્ર જિલ્લામાં વધારે અનુસૂચિત જાતિ વસ્તી…
ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૨.૭૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.
લાખો રૂપિયાના કામોના વિકાસના કામોની વણઝાર કરતા શ્રી કસવાલા સાવરકુંડલા તાલુકા ને…
એચઆઇવી તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – ASICON 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી (HIV) તબીબી…
614 વર્ષ પછી અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યના અમદાવાદમાં મહત્ત્વની નગરયાત્રા નિકળશે. અમદાવાદ…