જામનગર: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.6/4/22 ના રોજ જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે નશાબંધી અને આબકારી વિભાગ ગાંધીનગરના નિયામકશ્રી સુનિલકુમાર (I.A.S.) ની પ્રેરક ઉપસ્થિતીમાં વ્યસન નિષેધ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને તમાકુ, બીડી, સિગારેટ તથા દારૂ જેવા તમામ વ્યસનોથી દુર રહેવા તથા તેઓના પરિવારના સભ્યો તેમજ મિત્રોમાં જો કોઇ આ પ્રકારના વ્યસનો ધરાવતું હોય તો તેઓને આ વ્યસનની બદિથી દુર રાખવા અપીલ કરી હતી. તેમજ નિયામકશ્રીએ ગાંધીજીના જીવન-કવન વિશેની માહિતી આપી હતી અને ઉમેર્યુ હતુ કે રાજ્ય સરકાર પણ ગુજરાતમાથી વ્યસનના દુષણને દુર કરવા સતત પ્રયત્નશિલ છે અને તેથી જ લઠ્ઠા કાંડ, ડ્રગ્સ, દારૂ વગેરે જેવા ગુનાહિત કૃત્યો આચરતા ગુનેગારને ફાંસીની સજા મળે એ પ્રકરના કયદાઓ રાજ્ય સરકારે અમલમાં મુક્યા છે. તેમજ ફેસબુક, વોટ્સએપ, ગેમિંગ તથા ઇન્ટરનેટ આ તમામ સ્ક્રીનનો સદઉપયોગ થાય તેવા હેતુથી જ તેનો ઉપયોગ કરવા સુચના આપી હતી.
આજની યુવા પેઢીને આસન, પ્રાણાયામ, યોગ તરફ વળવા અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં સ્કુલના આચાર્ય શ્રી સિંઘ તથા શાળાના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સહદેવસિંહ વાળા, અધિક્ષક, નશાબંધી અને આબકારી, જામનગર અને તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.