કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામની કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કૂલ ખાતે આજરોજ ધોરણ દશ આને ધોરણ બારના વિધાર્થી અને વિધાર્થીનીઓનો શુભેચ્છા આને વિદાય સમારંભ તેમજ સ્કૂલ માં ફરજ બજાવતા પદ્માબેન નો વિદાય સત્કાર સમારંભ પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી જયસિંહ ચૌહાણ ના અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપના લલીતભાઈ પટેલ દશનામ ગોસ્વામી સમાજના આગેવિન આને પીઢ પત્રકાર દશરથભાઈ ગોસ્વામી મંડળ ના પ્રમુખ કસ્તુરભાઈ પટેલ બીપીનભાઈ પટેલ તેમજ મંત્રી બાબુગીરી ગોસ્વામી સરપંચ અરૂણભાઇ પટેલ સહિતના આગેવાનો એ બાળકોને તેમજ વિદાય લઈ રહેલા પદ્માબેનને શુભેચ્છાઓ આપી હતી દાસ ફેક્ટરી ના કમલેશ પટેલ દ્વારા એક લાખ અગીયાર હજારનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના આગેવાનો શાળા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.