Latest

સ્વામીનારયણ મંદિર કાંકણોલ ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કાર્યક્રમ સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર હોલ કાંકણોલ, હિંમતનગર ખાતે મંગળવારે સવારે ૯-૦૦ કલાકે યોજાશે.
સમાજમાં મહિલાઓના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવા અર્થે ૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમમાં પુરસ્કાર વિતરણ, સન્માન કાર્યક્રમ, વિવિધ યોજનાઓના ખાતમુહર્ત તથા ઈ-લોન્ચિંગ જેવા કાર્યક્રમો કરાશે.

આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડર ધારાસભ્યશ્રી હિતુ કનોડિયા, ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, સાબરકાંઠા મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવુતિ સમિતિના ચેરમેન શ્રી રેખાબા ઝાલા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી ઉપસ્થિત રહેશે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *