જામનગર: સૌરાષ્ટ્રના જામનગર શહેર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કોચ શ્રી જામનગર જિલ્લા ના યોગ ગુરુ પ્રીતિબેન શુકલ અને કર્મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 45 વર્ષથી ઉપરના લોકોને વેકસીન આપવાના મહા કેમ્પનું સ્વશ્રી મગનલાલ મૂળચંદ મહેતા જૈન પ્રવાસી ગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઋષિતા સોની પ્રમુખ, પ્રાચી કિરકોલ મંત્રી, જામનગર ભાજપ શહેર પ્રમુખ ડૉ વિમલભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ, સાશકના નેતા તેમજ દંડક શ્રી, અલકાબા, શારદાબેન વિંઝુડા, હસમુખભાઈ હિંડોચા સેતલ બેન શેઠ વગેરે એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 200 થી વધુ લોકો એ લાભ લીધો હતો ઉપરાંત કોરોનાની આ જંગમાં સહકાર દ્વારા તેને માત આપવા માટે એક થવા અને વેકસીન લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.