રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સ્વ.રાજીવજીના દેશના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્રે કે કોમ્પ્યુટર ટેકનોલોજી કે પછી ટેલીકોમ્યુનિકેશન ક્ષેત્ર હોય આજે ભારત દેશના લાખો યુવાનો વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે સફળ કામ કરી રહ્યા છે જેના કારણે આજે ભારત દેશ દરેક ક્ષેત્રમાં આગવી નામમાં ધરાવતો અગ્રીમ દેશ બની ગયો છે. ૧૮ વર્ષે મતાધિકાર, લોકશાહીનું કર્યું નવસર્જન, પંચાયતી રાજમાં સુધારો કરીને મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકોથી મહિલા સશક્તિકરણ માટે પગલાં ભરીને મહિલાઓને રાજનીતિ ક્ષેત્રે ભાગીદાર બનાવ્યા, ટેકનોલોજી મિશન દ્વારા રસીકરણ કાર્યક્રમ અમલમાં મૂકી પોલિયો મુક્ત ભારત નું સ્વપ્ન સાકાર થયું હોય તો તેની પાછળ સ્વ.રાજીવ ગાંધીજીની દુરદેશી દૂરંદેશી દૃષ્ટિ જવાબદાર છે.
આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે આશરે 3000 પેકેટ છાસ વિતરણના કાર્યક્રમ દરમિયાન સુરત શહેર ઉપપ્રમુખ હરિશકુમાર સુર્યવંશી, જયેશભાઈ ભટ્ટ(ઉધના મંદિર મહારાજ), પ્રદેશ આગેવાન રોશનભાઈ મિશ્રા, વોર્ડ પ્રમુખ સુનાલ શેખ, હરેશભાઈ પરમાર, સૈલેશભાઈ રાજપૂત, રત્ના પરમાર, સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.