Breaking NewsLatest

૪૬ વર્ષ પૂર્વ મહેસુલ મંત્રીએ કરેલા કર્યોને આજપણ કચ્છ ના લોકો શ્રધાંજલિ સ્વરૂપે યાદ કરે છે

ભુજ તા .૨૪ : ” શ્રી પ્રેમજીભાઈ કચ્છના જન જીવનના શિલ્પી અને ધડવૈયા હતા . જાહેરજીવનના કબી૨ વડ હતા . તેમનું વ્યકિતત્વ કચ્છના ખૂણે ખૂણે સર્વસ્વીકૃત હતું . તેઓ નાના સાથે નાના , મોટા સાથે મોટા , કલાકાર સાથે કલાકાર , માલધારી સાથે માલધારી તેમજ IAS ઓફિસરો સાથે પ્રધાન તરીકે વાત કરી શકતા હતા . તેમના કાર્યકાળ દરમિયાન કચ્છમાં રસ્તાઓ , સિંચાઈના નાના – મોટા ડેમો , પ્રાથમિક શાળાઓ , હાઈસ્કૂલો , કોલેજો , હોસ્પિટલસ્ , દવાખાના , આરોગ્ય કેન્દ્રો , પશુ દવાખાના તથા ઈલેકટ્રીક સપ્લાય ક્ષેત્રમાં જે વ્યાપક કામો થયા તેના કારણે શ્રી પ્રેમજીભાઈએ મેળવેલ અપ્રતીમ લોકચાહનાનો હું સાક્ષી છું . તેઓ સાચા અર્થમાં એક મહા માનવ હતા . ” ઉપર્યુકત શબ્દો ગુજરાતના પૂર્વ મહેસુલ તથા કાયદા મંત્રી શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠકકરની ૪૬ મી પુણ્યતિથિ પ્રસંગે યોજવામાં આવેલ કાર્યક્રમના અતિથિ વિશેષશ્રી તથા અબડાસાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ઠકકરએ ઉચાર્યા હતા . તેમણે છેલ્લા ૪૫ વર્ષથી શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું સાતત્ય જાળવી રાખવા માટે શ્રી શંકરભાઈ સચદેને અભિનંદન આપ્યા હતા .
પ્રમુખ સ્થાનેથી પ્રવચન આપતાં કચ્છના મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી જયંતિભાઈ જોષી ‘ ‘ શબાબ’એ વેદો , ઉપનિષદો , મનુસ્મૃતિ તથા શુક્રનીતિ ટાંકીને જણાવ્યું હતું કે નેતૃત્વની અપ્રતિમ યોગ્યતા માટે ક્ષાત્રગુણ , શિક્ષણ , ધર્મનિષ્ઠા અને સ્વદેશપ્રીતિ આવશ્યક છે . આ ચારેય ગુણો દિવંગત શ્રી પ્રેમજીભાઈમાં હતા . તેથી તેમણે પોતાના કાર્યો ધ્વારા માત્ર કચ્છ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પ્રજાના લોક હદયમાં કાયમી સ્થાન પ્રાપ્ત કર્યુ છે .
કાર્યક્રમના પ્રારંભમાં શ્રી પ્રેમજીભાઈ ભવાનજી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શંકરભાઈ સચદેએ સૌનું સ્વાગત કર્યુ હતું . ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ચોથાણીએ અતિથિ વિશેષશ્રીનુ જયારે શ્રીમતી પુષ્પાબેન સચદેએ કાર્યક્રમના પ્રમુખશ્રીનું પુષ્પગુચ્છથી સન્માન કર્યુ હતું .

બી.ઈ. કોમ્પ્યુટર ઈન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા કુ . સંસ્કૃતિ કેશવજી મોરસાણીયા રહે . મુંદરાને ટ્રસ્ટ તરફથી જયારે એમ.બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા શ્રી બાલકિષ્ન જયેશભાઈ ચોથાણી – ભુજ તથા
બી.ઈ. કોમ્પ્યુટર ઈન્જિનયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા શ્રી કિશન ધીરેનભાઈ પરમાર – ભુજને ખાસ કેસ તરીકે શ્રી શંકરભાઈ સચદે પરિવાર તરફથી , શ્રી મહેશભાઈના વરદ્ હસ્તે સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી .
હાટકેશ અંબિકા મહિલા મંડળ તથા સંસ્કૃત પાઠશાળા તેમજ સત્યમ સંસ્થા યોજીત જુદી જુદી ૬ સ્પર્ધાઓના ૪– ૪ વિજેતાઓને શ્રી પુષ્પદાનભાઈ ગઢવી , ડો . કાંતિભાઈ ગોર , શ્રી મોહનભાઈ શાહ , શ્રી શીવદાસભાઈ પટેલ , શ્રી અમીરઅલી લોઢીયા તથા શ્રી એમ.એસ. જથમના વરદ્ હસ્તે ઈનામો આપાવામાં આવ્યા હતા . આ ઈનામો શ્રી ઉર્મિશભાઈ તથા હિરેનભાઈ એસ . સચદે તરફથી આપવામાં આવ્યા હતા . સ્પર્ધાઓનું આયોજન શ્રી દર્શકભાઈ અંતાણી તથા શ્રી વિભાકરભાઈ અંતાણી તરફથી સંભાળવામાં આવ્યું હતું .

ઉપર્યુકત અગ્રણીઓ ઉપરાંત સર્વશ્રી જગદિશભાઈ મહેતા , ડો . મહેન્દ્ર ઠકકર , બળવંતસિંહ વાઘેલા , મજીદભાઈ કુરેશી , અનવર નોડે , શંભુભાઈ જોષી , દિલીપ આચાર્ય , એ.કે. શેખ , વિજયભાઈ સચદે , પ્રતાપ રૂપારેલ તથા શ્રીમતી કમળાબેન ઠકકર વગેરેએ શ્રી પ્રેમજીભાઈની પ્રતિમા તથા તૈલચિત્રને ફુલહાર અર્પણ કરી શ્રધ્ધાજંલિ આપી હતી .

આભાર વિધી તથા સમગ્ર કાર્યકર્મનું સંચાલન શ્રી ઉર્મિશ એસ . સચદેએ કર્યુ હતું . શ્રી રમેશભાઈ ભાનુશાલી , શ્રી હસુભાઈ ઠકકર તથા શ્રી હિરેનભાઈ સચદેએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *