Breaking NewsLatest

અરવલ્લી ના બાયડ ખાતે શ્રી બોચાસણવાસી અક્ષર પુરષોતમ સ્વામિનારાયણ સંસ્થા (બી એ પી એસ) ની નૂતન જગ્યા પર ભવ્ય શાકોત્સવ ઊજવાયો હતો.

આજરોજ બાયડ ખાતે અરવલ્લી પેટ્રોલ પંપ અને પ્રમુખવીલા સોસાયટી વચ્ચે આવેલ શ્રી બોચાસણવાસી અક્ષર પુરષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બી એ પી એસ )મંદિર ની ભુમી પર આજરોજ ભવ્ય શાકોત્સવ નું આયોજન ભાવનગર બી એ પી એસ મંદિર ના મહંત શ્રી પૂજ્ય સોમપ્રકાશ સ્વામી તેમજ હિંમતનગર બી એ પી એસ મંદિર ના કોઠારી શ્રી મંગલપુરુષ સ્વામી તથા મોડાસા ક્ષેત્ર ના મુખ્ય સંત પૂજ્ય નિર્મલચરણ સ્વામી ની હાજરીમા ભવ્ય શાકોત્સવ નું આયોજન કરેલ હતું જેમાં બાયડ, ધનસુરા, વાત્રક,બોરોલ ગાબટ, ઉભરાણ, ઝેર, ડેમાઈ,ગડિયા અને મોડાસા થી ખુબજ મોટી સંખ્યા મા હરિભક્તો પધાર્યા હતા.
જેમાં મુખ્ય વક્તા પૂજય સોમપ્રકાશ સ્વામી એ મનુષ્ય જીવનમાં મંદિર ની આવશ્યકતા વિષે અને પ્રમુખસ્વામી મહારાજ ના શતાબ્દી મહોત્સવ વિષે ખુબજ સુંદર પ્રવચન આપ્યું ‌અને‌ ભક્તો ‌ખુશહાલ થયા.


તેમજ પૂજ્ય સોમપ્રકાશ સ્વામી એ પ્રવચનના અંતે બાયડ ખાતે ભવ્ય મંદિર નિર્માણ માટે બેન્ક એકાઉન્ટ પણ ખોલાવી દીધા નું જણાવી દરેક હરિભક્તો ને સેવા આપવાની વિનંતી કરી જલ્દી થી મંદિર નિર્માણ થાઈ માટે સહભાગી બનવા આહવાન કરતા સાંભમંડપ મા હજાર હરિ ભક્તોમા ખુશી વ્યાપી જતા દરેકે તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધેલ હતું.
ભવ્ય શાકોત્સવ નું સફળ આયોજન બાયડ બી એ પી એસ ના સત્સંગ મંડળ ઘ્વારા કરવામા આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *