Breaking NewsLatest

100 લક્ઝુરિયસ કાર વચ્ચે બળદગાડામાં વરરાજા નો વરઘોડો નીકળ્યો, 2કિમીના વરઘોડાને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરતમાં લગ્નના પ્રસંગમાં અનોખો વરઘોડો જોવા મળ્યો હતો. વરરાજા બળદગાડામાં અને તેની આગળ પાછળ 100 જેટલી લક્ઝ્યુરિયસ કારના કાફલા સાથે વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મોટા વરાછા થી ઉતરાણ સુધીના બે કિલોમીટર લાંબા વરઘોડાને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સુરતમાં અનોખો વરઘોડો નીકળ્યો

હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. જેને લઇ શહેરમાં જુદી જુદી ટીમ પર લગ્નનું આયોજન જોવા મળી રહ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગ્નની શરણાઈઓ વાગી રહી છે. આ બધામાં પોતાના લગ્નનો પ્રસંગ અન્ય કરતાં કંઈક અલગ કરવા માટેની થીમ પણ જોવા મળી રહી છે. અને અવનવી થીમ પર થતા લગ્ન નું આયોજન લોકોમાં આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે.

ત્યારે સુરતના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રના લગ્ન ભારે ચર્ચામાં રહ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત મોના (વઘાસિયા )દ્વારા તેમના બંને પુત્રના લગ્નનો અનોખો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરરાજાનો વટ પાડી દીધો હોય એમ ૧૦૦ વૈભવી ગાડી સાથે જાન લઈને વરઘોડો મંડપ પહોંચ્યો હતો, પણ વરરાજા ખુદ બળદગાડામાં બેસીને આવ્યો હતો. મોટા વરાછામાં નીકળેલા આ વરઘોડાને નજર સમક્ષ જોનારા સૌકોઇ દંગ રહી ગયા હતા.

100 લક્ઝુરિયસ કારના કાફલા સાથે વરઘોડો નીકળ્યો

મોટા વરાછાના રીવરપેલેસમાં રહેતા પ્રતિક ભરતભાઈ વઘાસીયાના લગ્નપ્રસંગે ગુરુવારે અનોખો વરઘોડો નીકળ્યો હતો. સાંજે ૫ વાગ્યે વરઘોડો રીવર પેલેસથી નીકળી ઉત્રાણ સ્થિત પાર્ટીપ્લોટ પહોંચ્યો હતો. દરમિયાન ૨ કિલોમીટરનું અંતર કાપી લગ્નપ્રસંગે પહોંચેલા આ વરઘોડામાં ૧૦૦ જેટલી લકઝરીયઝ કારનો કાફલો જોવા મળ્યો હતો. તેમાં ફેરારીથી માંડીને બીએમડબલ્યુ, જેગુઆર, હમર, ઓડી,લેન્ડ ક્રૂઝર, ડિમ્પ્રી સહિત 100જેટલી મોંઘીદાટ લક્ઝુરિયસ કારના કાફલા સાથે વરઘોડો નીકળ્યો હતો.આ કારના કાફલા વચ્ચે વરરાજાની બળદગાડામાં એન્ટ્રી થઇ હતી.

છોકરાને અલગ પ્રકારના લગ્ન કરવાનો શોખ હતો

ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત વઘાસીયા ના પુત્ર પ્રતિક વઘાસિયા અને ડોક્ટર આશિક આશિષ વઘાસિયાના લગ્ન યોજાયા હતા. જેમાં બંને પુત્રના લગ્ન એ વરાછામાં વટ પાડી દીધો હતો. અને તેમના આ બંને પુત્રના લગ્નનો વરઘોડો આજે શહેરમાં એક ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. ત્યારે પુત્રના વરઘોડા ને લઇ ભરત વઘાસીયા એ જણાવ્યું હતું કે બંને છોકરાઓને ઈમ્પોર્ટન્ટ કારનો શોખ હતો. જેને લઇ મારા વલસાડ મુંબઈ નવસારી ના મિત્રો જેટલા હતા તે બધાને બોલાવ્યા હતા. અને એક અલગ પ્રકારના લગ્ન કરવાનો શોખ હતો તે પ્રમાણે આ લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં જુદી જુદી મોંઘી દાટ લક્ઝરીયસ કાર સાથે વરરાજાનો વરઘોડો લઈને જાન લઈ જવાનું નક્કી કર્યું હતું. 50 લાખથી લઈ પાંચ કરોડ સુધીની કારના કાફલા સાથે મોટા વરાછા થી ઉતરાણ સુધી વરઘોડો કાઢ્યો હતો.

વરઘોડામાં સૌરાષ્ટ્રની પરંપરા જાળવી

વધુમાં ભરત વઘાસિયાએ જણાવ્યું હતું કે વરરાજા ને બળદ ગાડામાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે બળદ ગાડાની આગળ 50 અને પાછળ 40 થી 50 લક્ઝુરિયસ કાર સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અમારે સૌરાષ્ટ્રમાં પહેલા લગ્ન થતા હતા ત્યારે વરરાજાની બળદગાડામાં જ જાન જતી હતી. એટલે એ સૌરાષ્ટ્રની પરંપરા અને જાળવી રાખવા મુજબ વરરાજાને બળદગાડામાં બેસાડ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *