બનાસકાંઠા 108ની ટીમે એક વર્ષમાં યમરાજાને હંફાવી 36998 માનવ જીંદગીઓ બચાવી હતી.જેમાં 274 પ્રસૂતિ કરાવી માતા- બાળકોના જીવ બચાવ્યા હતા.
જીલ્લામાં કુલ 29 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે.બનાસકાંઠા જિલ્લા 108 ના પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં જુદાજુદા લોકેશન ઉપર અધત્તન સુવિધા ધરાવતી 29 એમ્બ્યુલન્સ કાર્યરત છે. રાત દિવસ ફરજ બજાવતાં કર્મચારીઓએ એક વર્ષમાં 36998 માનવ જીંદગીઓ બચાવી છે.
જેમાં સગર્ભાવસ્થાના 17605 કેસ, રોડ અકસ્માત 5421, અકસ્માત 3236, છાતી માં દુખાવો 994 કેસ, શ્વાસની તકલીફ 1764, તાવ 1024, પેટમાં દુખાવો 2885 કેસ, ઝેરી દવા પીવાના 754 તેમજ અન્ય 3315 કેસનો સમાવેશ થાય છે.
:- ઘટનાસ્થળે અને ૧૦૮ એમ્બ્યુલન્સ મા 274 જેટલી સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકની જીંદગી બચાવી હતી:-
ઉત્તરાયણ ઉપર સાવચેતી રાખવા અપીલ બનાસકાંઠા જિલ્લાના સુપરવાઈઝર નિખિલ પટેલે જણાવ્યું હતું કે, ઉતરાયણના પર્વની ઉજવણી સાથે આપણી સલામતી રાખીશું. જેમાં ખુલ્લા ધાબા પર પતંગ સાચવીને ચગાવવી,
વીજ થાંભલા કે જીવંત વાયર પર પડેલી પતંગને ન અડવું કે લેવી, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ કે સેફ્ટી ગાર્ડ નો ઉપયોગ કરવો, ચાયનીઝ દોરી નો ઉપયોગ ન કરવો, ઇજાગ્રસ્ત વ્યકિતને સારવાર માટે 108 અને દોરી થી ઘવાયેલ પક્ષી માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ઉપર કોલ કરવો
દાંતા તાલુકાના ટુંડીયા 108ની ટીમે સર્પદંશના કેસમાં દર્દીને એમ્બ્યુલન્સમાં જ ઝડપી સારવાર સાથે 9 એ.એસ.વી. ઇંન્જેકશન આપી જીવન બચાવી લીધુ હતુ. Saviour(તારણહાર) કેસમાં સમગ્ર ગુજરાત માંથી બનાસકાંઠા જિલ્લાના ટુંડિયા 108 ની પસંદગી કરવામાં આવી હતી
અંબાજી પ્રહલાદ પૂજારી