ગિર સોમનાથ જિલ્લા ના ઉના ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મનિષ્ઠ કર્મચારી એ કિંમતી સામાન પરિવારને આપી દર્દીને સેવા સાથે પ્રામાણિકતાનું પણ ઉદાહરણ પુરુ પાડયુ છે.
આજ રોજ સવાર ના ૧૧:૩૦ વાગ્યે ગીર સોમનાથ જિલ્લા ના ઊના ગીર ગઢડા રોડ પર અને ખાપટ ગામ પાસે ૧ ટૂવિહલર એક્સિડન્ટ ની જાણ થતાં ઉના ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચેલ અને પેશન્ટ સંજુભાઈ દિલુભાઈ સાંખત ઉંમર ૨૮ વર્ષ ને ઘટના સ્થળે પહોંચી જરુરી સારવાર આપી અને ઉના ખાનગી હોસ્પીટલ લઈ ગયેલ હતા.
ફરજ પર હાજર ઇ.એમ.ટી.રાયસિંહ બાંભણિયા અને પાયલોટ અર્જુન ડાભી એ દર્દી સંજુ ભાઈ નો કિંમતી સામાન તેના સગાંસંબંધીઓ ને પરત આપેલ તેમાં ૨૧૭૦૦ રૂપિયા રોકડા અને એક મોબાઈલ કિંમત ૨૦૦૦૦ મળી ને કુલ અંદાજીત રકમ ૪૧૭૦૦ અને એક એટીએમ કાર્ડ જે સામાન પરત કરેલો.અને પ્રામાણિકતા નુ ઉદાહરણ પુરુ પાડવામા આવ્યુ હતુ તેથી તેમના સગાંસંબંધીઓ કર્મચારીનો આભાર વ્યક્ત કયૉ હતો.અને ગિર સોમનાથ જિલ્લા અધિકારી મહેન્દ્ર ચૌહાણ અને દીપક ધ્રાણા એ પણ અભિનંદન આપ્યા હતા.
રિપોર્ટર આહીર કાળુભાઇ દીવ