જેમાં શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના 31 નવદંપતિઓ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. આ શુભ પ્રસંગે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત ના ભીષ્મપિતામહ એવા શ્રી કાનભા ગોહિલ- રજોડા પ્રમુખ શ્રી સમસ્ત રાજપૂત સમાજ ,શ્રી જશાભાઇ બારડ (પૂર્વ કેબિનેટ મંત્ર અને પ્રમુખશ્રી, કા.રાજપૂત સમાજ શ્રી લક્ષમણસિંહ પરમાર કોડીનાર
પૂર્વ મંત્રીશ્રી.
👉શ્રી બાબુસિંહ જાદવ ધારાસભ્યશ્રી વટવા.
👉શ્રી કિરીટસિંહ ડાભી ધારાસભ્યશ્રી ધોળકા. 👉શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી.
👉શ્રી કાળુભાઈ ડાભી ધારાસભ્યશ્રી ધંધુકા.
👉ભરતભાઈ પંડયા પૂર્વ ધારાસભ્યશ્રી ધંધુકા.તેમજ ધંધુકા,રાણપુર,બરવાળા, બોટાદ,ગઢડા,
વીછીયા,ભાવનગર,સુરેન્દ્રનગર ધોળકા,બાવળા,સાણંદ વિરમગામ, કોડીનાર,ગીર સોમનાથ,જૂનાગઢ,સુરત,વડોદરા તેમજ ગાંધીનગર તમામ ક્ષેત્રના રાજકીય અને સામાજિક આગેવાનો અને સમાજના વિવિધ ક્ષેત્રના અધિકારીશ્રીઓ, દાતાશ્રીઓ હાજર રહ્યાં હતા
આ પ્રસંગે ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતુંઅને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું તથા વિશિષ્ઠ પ્રકારના સન્માનો કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા નરેન્દ્રસિંહ અસ્વાર અને તેમની સમગ્ર ટીમ તથા સમાજ ના યુવાનો અને વડીલો દ્વારા રાતદિવસ ની મહેનત થી આ સમૂહ લગ્નોત્સવ રંગેસંગે સંપન્ન થયો હતો. ગઢપુર ધામ ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેન શ્રી હરિજવનદાસજી સ્વામી તથા કષ્ટભંજન દેવ સાળંગપુર ના કોઠારી શ્રી હરિ પ્રકાશદાસજી સ્વામી તથા ધોલેરા ધામના મહંત શ્રી હરિ કેશવદાસજી સ્વામી તેમજ પૂજ્ય વિજયસિંહ બાપુ, દાદા બાપુ ધામ-પચ્છમ.પૂજ્ય દક્ષાબા,મોગલ ધામ-તરઘરા વગેરે આશીર્વાદ આપવા પધારેલ.
👉બગડ ગામમાં અને આજુ બાજુ ચાર થી પાચ ગામના વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું.