સ્વતંત્રતા ને ૭૫ વર્ષ પૂર્ણ થયા બાદ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫મી ઓગસ્ટના દિવસે હર ઘર ત્રિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા ખુબજ ધૂમધામથી ઉષા પૂર્વક આનંદમય રીતે ઉજવણી કરવામાં આવનાર છે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક રાષ્ટ્રની ભવન રાખી હર ઘર તિરંગા અંતર્ગત સુરતના વેપારીઓને ૫૦ કરોડથી વધારે ની કિંમતના ૧૦ કરોડથી વધારે ત્રિરંગા બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યું છે…
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
લક્ષ્મીપતિ સારી ચેરમે સંજય સરાઉગી વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ૧૫મી ઓગસ્ટ નજીક હોવાથી શહેરના ટેક્સટાઈલ એકમો દ્વારા રાત-દિવસ મશીન ચલાવીને ત્રિરંગા બનાવવામાં આવી રહ્યા છે.સરકારી ઓફિસો સ્કૂલો કંપનીઓ દ્વારા પણ સુરતના વેપારીઓને ત્રિરંગા બનાવવા માટેના ઓર્ડર આપવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, દિલ્હી સહિતના વેપારીઓ અને ટ્રેડર્સો દ્વારા પણ ત્રિરંગા બનાવવા માટેના ઓર્ડર આપ્યા છે.વેપારીઓને અલગ-અલગ સાઇઝના ઝંડાના ઓર્ડર આપવામાં આવ્યા છે.
જેમાં ૨૦ બાય ૩૦ ઇંચના સાઈઝના ત્રિરંગાના ઓર્ડર સૌથી વધુ છે.સીએસઆર ફંડ અંતર્ગત શહેરની અલગ અલગ કંપનીઓ દ્વારા સુરતની ટેક્સટાઈલ કંપનીઓને ત્રિરંગા માટે ઓર્ડર આપવામાં આવ્યા છે. સાથે સાથે દેશનાં અલગ અલગ રાજ્યો દ્વારા ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવા માટે સુરતના વેપારીઓને સરકાર દ્વારા ત્રિરંગા બનાવવાના ઓર્ડર આપવામાં આવ્યા છે.
ખાસ કરીને દેશના રાષ્ટ્રીય ધ્વજના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી.ત્રિરંગાના બને બાજુ કલર, અશોક ચક્ર વ્યવસ્થિત રીતે પ્રિન્ટ અને વ્યવસ્થિત ટીચિંગ કરી ફિનિશિંગનું કરવામાં આવ્યું છે.જેમાં ૩ થી ૪ હજાર લોકોએ ત્રિંગરા ત્યાર કરવામાં જોડાયા છે.જેમાં મોટા ભાગની મહિલાઓ ખાસ કરીને સ્પેશિયલ મટીરીયલને ટીચિંગ કરી ફિનિશિંગ આપવાનું કામ કરી રહી છે.જે આવનારી ૭ થી ૧૦ તારીખ વચ્ચે તિરંગા બનાવાનો ઓર્ડર પૂર્ણ કરી સરકારી એજન્સીઓના માધ્યમથી હર ઘર તિરંગા પહોંચાડવામાં આવશે..
સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થયા..
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું…
15 મી ઓગસ્ટના દિવસે હાર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
૫૦ કરોડથી વધારે કિંમતના ૧૦ કરોડથી વધારે તિરંગા બનાવવાનો ઓર્ડર સુરતના વેપારીઓને આપવામાં આવ્યો….
ત્રિરંગા બનાવવામાં ત્રણથી ચાર લાખ મજૂરો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે..
મહિલાઓ ટીચિંગ કરી ફિનિશિંગ આપવાનું કાર્ય કરી રહ્યા છે…