ગાંધીનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિસરમાં પૂજ્ય બાપુને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી, ગુજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના સભ્ય અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના મંત્રી ડૉ. હર્ષદ પટેલ, ટ્રસ્ટી સુરેશ રામાનુજ, કુલનાયક ડૉ. ભરતભાઈ જોશી, કુલસચિવ ડૉ. નિખિલભાઇ ભટ્ટ અને રાજભવન પરિવારે ઉપસ્થિત રહીને પૂજ્ય ગાંધીજીને અંજલી અર્પણ કરી હતી.
આ અવસરે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય કેળવણીની સંસ્થા ગુજરાત વિદ્યાપીઠની સો વર્ષની સફરનો આલેખ ‘ક્રાંતિની કેળવણી શતાબ્દીની સફર’ ના બીજા ખંડનું લોકાર્પણ પણ કર્યું હતું.
આ અવસરે રાજ્યપાલના અગ્રસચિવ શ્રી રાજેશ માંજુ, રાજ્યપાલના પરિસહાય વિકાસ સૂંડા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.