” પરિવાર સાથે એક સાંજ “
સુરત માં વસવાટ કરતા ગુજરાતી પરિવાર ના વ્યક્તિ માટે તારીખ ૦૨/૦૬/૨૦૨૪ ને રવિવાર ના રોજ પટેલ સમાજ ની વાડી આંબા તલાવડી કતારગામ ખાતે આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ ની શરુઆત સમાજ ની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત અને નૃત્ય દ્વારા કરવામાં આવેલ.સમાજ ના દાતાશ્રી અને આગેવાન દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમ ને ખુલ્લો મુકેલ.
શ્રીઅશોકભાઈ ગુજરાતી(ટીંબી) સ્વાગત પ્રવચન માં ૧૬ વર્ષ થી સ્નેહમિલન ના આયોજક ટીમ ને શુભેચ્છા આપેલ અને ભવિષ્ય માં સમાજ ના બાળકો ને શિક્ષણ માં કોઈ પણ જરૂરિયાત હોય તો મદદ કરવાનું વચન આપેલ.
વર્ષ ૨૦૨૪ ના ભોજન ખર્ચ અને અન્ય ખર્ચ ના દાતા શ્રી નું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. ધોરણ ૧ થી ૧૨ ગુજરાતી/અંગ્રેજી માધ્યમ પરિવાર માં પ્રથમ,દ્વિતીય,તૃતીય સ્થાન મેળવનાર અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યર્થીઓને ઇનામ ,શિલ્ડ આપી પ્રોત્સાહિત. ગુજરાતી પરિવાર પ્રીમિયર લીગ મેચ ૨૦૨૪ ના દાતાશ્રી નું પણ શિલ્ડ આપી સન્માનિત કરેલ.
ચેમ્પિયન ટીમ નું વિશેષ સન્માન કરેલ સમજ ના વિચારકશ્રી બાબુભાઈ(ઇશ્વરિયા) સમાજની દીકરી ના શિક્ષણ માટે વધારે માં વધારે ભણાવો અને યોગ્ય સાથી કેવું રીતે શોધી શકાય એ માટે માર્ગદર્શન આપેલ. ગુજરાતી પરિવાર સુરત ને એક તાંતણે બાંધવાનું જેણે કામ કર્યું છે એવા શિક્ષણશાસ્ત્રી શ્રી કિરીટભાઈ ગુજરાતી એ પરિવાર માં સંપ અને સહકાર ની ભાવના,પરિવાર ને કેવી રીતે ઉપયોગી થવું,પરિવાર ના વિદ્યાર્થીઓ ને પોતાની કારકિર્દી બનાવવા માટે સપ્તપદી ની વાત કરેલ.
સમાજ ના વિદેશ માં અભ્યાસ કરતા દીકરા દીકરી ને ઝૂમ ટીમ ના માધ્યમ થી શ્રી હિરેનભાઈ,અરુણભાઈ, ચિરાગભાઈ,હર્ષદભાઈ,નયનભાઈ,સ્ત્યમભાઈiએ ઓનલાઇન સ્નેહમિલન માં સ્ક્રીન પર બોલાવી પ્રશ્નોતરી કરેલ.સમાજ ની દીકરી કુ.હિમાલી ધનસુખભાઈ ગુજરાતી(મોટીવાવડી)હાલ યુ.કે. માં બ્રેસ્ટ કેન્સર માં પી.એસ.ડી ની ડીગ્રી મેળવેલ તેમનું ઓનલાઇન સન્માન કરેલ.કેનેડા માં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અભ્યાસ ચિંતન ગુજરાતી અને વિવેક ગુજરાતી એ વિદેશ માં અભ્યાસ માટે શું તૈયારી કરવી તેનું માર્ગદર્શન આપેલ.
કાર્યક્રમ ને સફળ બનાવવામાં સમાજના અગ્રણીશ્રી પીનાભાઈ,( સમાજ સેવક) શ્રીવિનુભાઈ(બજરંગદાસ બાપા આશ્રમ બગદાણા ના ટ્રસ્ટી) શ્રી મનુભાઈ ગુજરાતી,શ્રી લવજીભાઈ ગુજરાતી આ ઉપરાંત સમાજ ના નામી અનામી વ્યક્તિએ ખુબજ મદદ કરેલ.
કાર્યક્રમ ને અંતે હિરેનભાઈ ગુજરાતી(વલ્લભીપુર) આભારવિધિ કરેલ. રાષ્ટ્રગીત ગાઈ ને કાર્યક્રમ પૂર્ણ થયેલ જાહેર કરેલ. પરિવાર ના સૌ મિત્રો સુંદર ભાવતા ભોજન લઈને અમી નો ઓડકાર ખાઈ ને છૂટા પડેલા.
રિપોર્ટ મહેશ ગોધાણી સુરત