સુરત: સંજીવ રાજપૂત: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ કચેરી અને સુરત શહેર વર્તુળ કચેરી દ્વારા ૧૭ મી ઈન્ટર કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૧૬/૦૧/૨૦૨૫ થી ૧૮/૦૧/૨૦૨૫ દરમ્યાન સુરતના ડુમસ રોડના સી કે પીઠાવાલા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનાર આ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી તથા યોગેશ ચૌધરી (આઈએએસ), મેનેજિંગ ડિરેક્ટર, દ.ગુ.વી.કં.લિ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરના કલેક્ટર તેમજ વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરએ દીપ પ્રાગટય કરી વિધિવત્ રીતે આ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી. આ શુભારંભ પ્રસંગે વીજ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર યોગેશ ચૌધરી દ્વારા પ્રેરક સંબોધન કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.