Latest

2024 મા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ અયોધ્યામા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા અક્ષત કળશ સ્વરૂપે શક્તિપીઠ અંબાજી મંદિરમાં પહોંચાડવામાં આવી

ભારત દેશમાં ભગવાન રામની ઓળખ સૌથી વધુ અને સૌથી મહત્વની રહી છે .ભારત જેવા દેશમાં ભગવાન રામના નામે સૌથી વધુ યાત્રાઓ દરેક રાજ્યમાં નીકળી હશે, ત્યારે હવે 2024 માં અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનનાર છે,

ત્યારે અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી છે. આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામા ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર મંદિરમા ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને જેમ લગ્ન માં કંકુ ચોખાની પત્રિકા અનેક મંદિરો માં પહોચાડાતી હોય છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઊ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા પ્રભુ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા અક્ષત કળશ સ્વરૂપે શક્તિપીઠ અંબાજી મંદિરમા માંઅંબેને નિમંત્રણ અર્થે પહોંચાડવામાં આવી હતી ને મંદિર માં તેમજ માતાજીની ગાદી ઉપર અક્ષત કળશ પૂજન પણ કરવામાં આવ્યું હતું.

એટલુંજ નહી આગામી 1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી અનેક રામ ભક્તો અયોધ્યા પહોંચે તે માટે તમામ હિંદુઓના ઘરે અક્ષત એટલે કે ચોખા ઘરે ઘરે પહોંચાડવાનું મહાઅભિયાન પણ શરુ થનાર છે,તેમ લલિત હરજાણી (સંયોજક ,વિશ્વ હિન્દૂ પરિષદ) અંબાજીએ જણાવ્યું હતું.આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ નાં કાર્યકરો ન અંબાજીના અગ્રણી હેમંત ભાઇ દવે જોડાયા હતા.

:- અંબાજી ખાતે ભગવાન રામે રાવણને મારવા માટે અજય બાણ મા અંબા પાસે માગ્યું હતું :-

શક્તિપીઠ અંબાજી દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે આ શક્તિપીઠમાં સતયુગના સમયમાં ભગવાન રામે રાવણનો વધ કરવા માટે મા અંબા પાસે અજય બાણ માગ્યું હતું અને ત્યારબાદ રાવણ નો વધ થયો હતો. પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ થયેલો છે. અંબાજી ખાતે પણ પેટ્રોલ પંપની બાજુમાં રામ મંદિર બની રહ્યું છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *