Latest

આણંદ ખાતે તા. ૨૮ મી ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

અરજદારો તા.૧૦મી સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે

સ્વાગત પોર્ટલ પર પણ ઓનલાઈન અરજી કરી શકાશે

આણંદ, શુક્રવાર :: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૮/૧૨/૨૦૨૩ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે યોજાશે.

આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા.૧૦/૧૨/૨૦૨૩ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકાશે.

અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮/૧૨/૨૦૨૩ એમ લખવાનું રહેશે.

અરજદારે અરજીની અંદર પોતાનું નામ તથા સરનામુ અને સંપર્ક નંબર અથવા પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે. જે અરજદારોના પ્રશ્નો જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોને તા.૨૮/૧૨/૨૦૨૩ સવારે ૧૦-૦૦ કલાકે જાતે નામ નોંધણી કરાવીને કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે રૂબરૂ  હાજર રહેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન…

1 of 556

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *