શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે
ત્યારે અંબાજી મંદિર ખાતે ભકતો ધજા લઈને આવતાં હોય છે ત્યારે આજે ત્રણ ગ્રામ પંચાયતના લોકો દ્વારા જૂની કોલેજ ખાતે એકઠા થઈને મંદીર ખાતે ધજા લઈને નીકળ્યા હતા.
02/04/2023 ના રવિવાર ના રોજ અંબાજી આજુબાજુના તમામ ગામડાઓના ભાઈઓ વડીલો અંબાજી જૂની કોલેજ ભેગા થઈને ચાલતા અંબાજી મંદિર નીકળ્યા હતા. અંબાજી મંદિર ખાતે તેમને ધજા પણ અર્પણ કરી હતી. જેમાં
1.સેબલ પાણી ગ્રુપ ગ્રામ પંચાયત
2.પાનસા ગ્રુપ ગ્રામ પંચાયત
3.કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયત
ના લોકો ભક્તો અને સરપંચ જોડાયાં હતાં.
અંબાજી પ્રહલાદ પૂજારી