Latest

પ્રથમ સપ્તાહમાં 4 હજારથી ઉપર યાત્રીઓએ સીમ અને પપેરલેસ DIGI યાત્રાનો લીધો લાભ

જીએનએ અમદાવાદ:  અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે (SVPIA) DIGI યાત્રાથી મુસાફરોને વર્લ્ડક્લાસ સીમલેસ અને પેપરલેસ યાત્રાનો અનુભવ થઈ રહ્યો છે. યાત્રીકોના આવાગમનને ઝડપી બનાવવામાં DIGI યાત્રા ખૂબ જ મદદરૂપ પુરવાર થઈ રહ્યું છે. અદ્યતન આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીના ઉપયોગથી ચહેરાની ઓળખ દ્વારા મુસાફરો અવરજવર કરી શકે છે. પ્રથમ સપ્તાહમાં જ 4000 થી વધુ મુસાફરોએ Digi Yatra નો ઉપયોગ કર્યો છે અને આ સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.

એરપોર્ટ પર DIGI યાત્રાનો ઉપયોગ કરતા મુસાફરોને ટિકિટ કે બોર્ડિંગ પાસની પ્રિન્ટઆઉટ લેવાની જરૂર રહેતી નથી. SVPIA પર અમલી નવી બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમથી ચેક-ઇન, સુરક્ષા અને બોર્ડિંગ પ્રક્રિયાઓ સરળ બની છે. એરપોર્ટે 3જી મે 2023ના રોજ ટર્મિનલ 1 થી આ ટેક્નોલોજીનો ટ્રાયલ શરૂ કર્યો હતો. સફળ ટ્રાયલ બાદ Akasa અને IndiGo એરલાઇન્સ દ્વારા મુસાફરી કરતા યાત્રીઓ DIGI યાત્રાની સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે.

સપ્ટેમ્બર સુધીમાં તમામ એરલાઈન્સ તેમાં ઓનબોર્ડ થઈ જશે. મુસાફરો એરપોર્ટ ખાતે DIGI યાત્રા પોર્ટલ દ્વારા અથવા IOS અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ DIGI યાત્રા મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નોંધણી કરાવી શકે છે.

નોંધણી બાદ મુસાફરોને ભારતમાં ભવિષ્યની તમામ હવાઈ મુસાફરી માટે યુનીક DIGI યાત્રા ID પ્રાપ્ત થશે. જનરેટેડ યુનીક ડિજી યાત્રા ID મુસાફરના PNR નંબર સાથે લિંક કરવામાં આવે છે અને તે DIGI યાત્રા પોર્ટલ પર સચવાયેલો રહે છે.

DIGI યાત્રા પ્લેટફોર્મ મુસાફરોના ચહેરાના બાયોમેટ્રિક્સને ફક્ત સ્કેન કરીને પ્રવેશ, પ્રી-એમ્બાર્કેશન સિક્યોરિટી ચેકપોઇન્ટ્સ અને બોર્ડિંગ ગેટમાંથી એન્ટ્રી જેવા અનેક લાભો પ્રદાન કરે છે. બાયોમેટ્રિક સિસ્ટમ ઇ-ટિકિટ અને બોર્ડિંગ પાસને પણ માન્ય કરી શકે છે.

Google Play અને IOS સ્ટોર પરની Digi Yatra એપ રીઅલ-ટાઇમ ફ્લાઇટ્સમાં વિલંબ કે એરપોર્ટ પર ભીડના અપડેટ્સ આપે છે. મુસાફરો એપ દ્વારા ફ્લાઇટની સેવાઓ અને ગંતવ્ય-આધારિત ઑફર્સ પણ સરળતાથી બુક કરાવી શકે છે.

DIGI યાત્રા કેવી રીતે કાર્ય કરે છે?
DIGI યાત્રા થકી ચેક-ઇન કરતા મુસાફરોએ એરપોર્ટ પર અથવા DIGI યાત્રા પોર્ટલ દ્વારા નોંધણી કરાવવી પડે છે. અથવા IOS અને Android બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ Digi Yatra મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી નોંધણી કરાવી શકે છે.

એકવાર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મુસાફરોને સમગ્ર ભારતમાં ભવિષ્યની તમામ હવાઈ મુસાફરી માટે યુનિક DY ID પ્રાપ્ત થશે. DY ID મુસાફરોના PNR નંબર સાથે જોડાયેલો હોય છે અને Digi Yatra પોર્ટલ પર ડેટા સ્ટોર કરે છે. પોર્ટલ એરલાઈન્સની મદદથી શહેર, એરપોર્ટ અને એરલાઈન જેવી વિગતોને પેસેન્જર સાથે ઓળખી અને મેચ કરી શકે છે. ફ્લાઇટ પ્રસ્થાનના છ કલાક પહેલા એરપોર્ટના સુરક્ષા કર્મચારીઓને વિગતો મોકલે છે જેથી કરીને લોકો સરળતાથી મુસાફરી કરી શકે.

વિવિધ ચોકીઓ પર DIGI યાત્રા કેવી રીતે કાર્ય કરે છે?
DIGI યાત્રા દ્વારા ફક્ત બાયોમેટ્રિક્સને સ્કેનથી એન્ટ્રી ગેટ, પ્રી SHA અને બોર્ડિંગ ગેટમાં એન્ટ્રી મેળવી શકાય છે.
મુસાફરો વિવિધ ચેકપોઇન્ટ પર બાયોમેટ્રિક્સ દ્વારા એરલાઇન સિસ્ટમ સાથે તેમની ઇ-ટિકિટ અથવા બોર્ડિંગ પાસને માન્ય કરી શકશે.

આધાર અથવા DIGI યાત્રા ID વગરના મુસાફરો બાયોમેટ્રિક માન્યતાનો ઉપયોગ કરીને ચેક-ઇન કરી શકશે મુસાફરોએ ગૂગલ પ્લે સ્ટોર અને IOS સ્ટોર પર ઉપલબ્ધ DIGI યાત્રા એપ ડાઉનલોડ કરવી પડે છે.

નવી DIGI યાત્રા મુસાફરોના પરિવહનમાં કેવી રીતે સરળતા કરે છે?
DIGI યાત્રા દ્વારા વિવિધ ચેકપોઇન્ટ્સની પ્રક્રિયાઓને પ્રમાણિત કરવામાં આવશે તે વિવિધ ચેકપોઇન્ટ પર પેપરલેસ અને કોન્ટેક્ટલેસ મુસાફરીનો અનુભવ કરાવશે. નવી ટેક્નોલોજી સમયની બચત સાથે સીમલેસ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે, તેથી મુસાફરો તેમની સફરનું બરાબર આયોજન કરી શકે છે.

DIGI યાત્રા એપ ફ્લાઇટમાં વિલંબ અને એરપોર્ટ પર ભીડ અંગે રીઅલ-ટાઇમ અપડેટ માટે સક્ષમ છે. પેસેન્જર્સ એપ દ્વારા ઇન-ફ્લાઇટ સેવાઓ અને ગંતવ્ય-આધારિત ઑફરિંગ પણ ડિજિટલ રીતે બુક કરાવી શકે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *