Latest

ગાંધીનગર ખાતે જી20 – મુખ્ય વિજ્ઞાન સલાહકારોની રાઉન્ડ ટેબલ બેઠક થઈ સંપન્ન

જીએનએ ગાંધીનગર: ભારતીય જી-20 પ્રેસિડેન્સીના શેરપા ટ્રેક હેઠળ યોજાયેલી જી20-ચીફ સાયન્સ એડવાઇઝર્સ રાઉન્ડટેબલની બીજી બેઠક ગુજરાતના ગાંધીનગરમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ સમિટના અંતે તમામ જી -૨૦ દેશો અને આમંત્રિત દેશો દ્વારા પરિણામ દસ્તાવેજ અને ચેર સારાંશ માટે પરસ્પર સર્વસંમતિ થઈ.

જી20-સીએસએઆર એ વૈશ્વિક વિજ્ઞાન સલાહ મિકેનિઝમનો સમાવેશી અને કાર્યલક્ષી રીતે સમન્વય કરવાનો પ્રયાસ છે, જેથી પુરાવા-માહિતગાર નીતિ નિર્માણને સક્ષમ બનાવી શકાય, તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિજ્ઞાન સલાહને મજબૂત બનાવી શકાય. દિવસભરના વિચાર-વિમર્શ દરમિયાન જે મુખ્ય પ્રાથમિકતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી,

તેમાં (એ) વધુ સારી રીતે રોગનિવારણ, નિયંત્રણ અને રોગચાળાની સજ્જતા માટે વન હેલ્થમાં રહેલી તકોનો લાભ સામેલ હતો. (બી) વિદ્વતાપૂર્ણ વૈજ્ઞાનિક જ્ઞાનની સુલભતા વધારવા માટે વૈશ્વિક પ્રયાસોનો સમન્વય કરવો; (સી) વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં સમાનતા, વિવિધતા, સર્વસમાવેશકતા અને સુલભતા તેમજ જાણીતી અને અજ્ઞાત ઉભરતી પ્રાથમિકતાઓને સુનિશ્ચિત કરવી; (ડી) અને સર્વસમાવેશક, સતત અને કાર્યલક્ષી વૈશ્વિક વિજ્ઞાન સલાહ વ્યવસ્થા ઊભી કરવી.

જી20-સીએસએઆર બેઠકમાં જી20ના સભ્ય દેશો, આમંત્રિત દેશો અને બે આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંબંધિત પ્રતિનિધિઓએ સક્રિય જોડાણ કર્યું હતું. જેમાં ડબ્લ્યુએચઓ અને યુનેસ્કોનો સમાવેશ થાય છે. આ બેઠકનું નેતૃત્વ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (પીએસએ) પ્રોફેસર અજયકુમાર સૂદે કર્યું હતું, જેમણે જી-20 દેશો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલી પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી અને દેશોને સતત વ્યવસ્થા તરીકે જી20-સીએસએઆર પહેલને આકાર આપવાના માર્ગો પર વિચાર-વિમર્શ કરવા આમંત્રણ આપ્યું હતું.

જી20-સીએસએઆર બેઠકને સંબોધતા પ્રોફેસર સૂદે જણાવ્યું હતું કે, “આ પહેલ સર્વસમાવેશક અને મજબૂત વૈશ્વિક વિજ્ઞાન સલાહ મિકેનિઝમ તૈયાર કરવાના મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે, જે દરેકને સમાનરૂપે લાભ આપશે અને આપણા સહિયારા દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરશે. આ પહેલ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિસ્સેદારોના જબરદસ્ત સમર્થનની નોંધ લેતા આનંદ
થાય છે.”

‘વધુ સારી રીતે રોગનિવારણ, નિયંત્રણ અને રોગચાળાની સજ્જતા માટે વન હેલ્થમાં તકોનો લાભ ઉઠાવવો. થીમ હેઠળ, જી-20 દેશોએ વન હેલ્થ અભિગમ દ્વારા સામૂહિક રીતે માનવ, પ્રાણી, વનસ્પતિ અને પર્યાવરણ માટે પરસ્પરાવલંબી આરોગ્ય જોખમોને હાથ ધરવાનું મહત્વ સ્થાપિત કર્યું હતું.

દેશોએ રોગ નિયંત્રણથી સંબંધિત જ્ઞાન અને તકનીકીઓ માટે સહયોગ અને ક્ષમતા વિકાસ માટે વર્ચુઅલ જગ્યાઓની શોધ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આ જગ્યામાં સહયોગની સુવિધા માટે ‘વન હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ્સ’ વચ્ચેના જોડાણો અને સતત જોડાણની પણ ભલામણ કરવામાં આવી હતી.

‘વિદ્વતાપૂર્ણ વૈજ્ઞાનિક જ્ઞાનની સુલભતા વધારવા માટે વૈશ્વિક પ્રયાસોનો સમન્વય કરવો’ થીમ હેઠળ, જી-20 દેશોએ જી20ના સભ્યોની અંદર અને તેનાથી આગળના સમુદાયોને યોગ્ય જાહેર ભંડોળથી ચાલતા વિદ્વતાપૂર્ણ વૈજ્ઞાનિક જ્ઞાનની તાત્કાલિક અને સાર્વત્રિક સુલભતાને સક્ષમ બનાવવાની જરૂરિયાત પર વિચાર-વિમર્શ કર્યો હતો. જાહેર ભંડોળ પૂરું પાડતા સંશોધન પ્રકાશનોમાં તાત્કાલિક અને મફત પ્રવેશ પ્રદાન કરવા માટેના અભિગમો વિકસાવવાના મહત્વને સ્વીકારવામાં આવ્યું હતું.

‘વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં વિવિધતા, ઇક્વિટી, ઇન્ક્લુઝન અને ઍક્સેસિબિલિટી (ડીઇઆઇએન્ડએ)’ થીમ હેઠળ, જી20 રાષ્ટ્રોએ પરંપરાગત અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓના પ્રદાનને સ્વીકાર્યું હતું અને ભલામણ કરી હતી કે સાંસ્કૃતિક રીતે પ્રેરિત અને સ્થાનિક રીતે સુસંગત હોય તેવા પુરાવા-આધારિત નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે આ પ્રણાલીઓને સમકાલીન વિજ્ઞાન સાથે ધ્યાનમાં લેવામાં આવે. સમાવેશ-સંબંધિત નીતિ વાર્તાલાપમાં ભાષાઓ અને જ્ઞાન પ્રણાલીઓની અનેકતાને માન્યતા આપવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ચોથા થીમમાં ‘સર્વસમાવેશક, સતત અને કાર્યલક્ષી વૈશ્વિક વિજ્ઞાન સલાહ તંત્રનું નિર્માણ કરવું’માં આગળ વધવાના માર્ગની ચર્ચા થઈ, જી-20 દેશોએ સર્વાનુમતે સાતત્યપૂર્ણ જોડાણ માટે એક મજબૂત, પ્રસ્તુત અને અસરકારક તંત્ર ઊભું કરવાની દિશામાં કામ કરવાનું નક્કી કર્યું હતું,

જેમાં મુખ્ય વિજ્ઞાન સલાહકારો અને તેમના નામાંકિત સમકક્ષોને એકમંચ પર લાવવામાં આવ્યા હતા, જેથી અસરકારક વૈશ્વિક વિજ્ઞાન સલાહની માગણી કરતા સમકાલીન મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરી શકાય અને સમાન વૈશ્વિક સામાજિક લાભ માટે પ્રવર્તમાન જ્ઞાન અસમાનતાઓને દૂર કરી શકાય.

જી20 દેશોનો ઉદ્દેશ જી20-સીએસએઆર પ્લેટફોર્મનો ઉપયોગ વધુ ચર્ચા અને વિચાર-વિમર્શ માટે માર્ગ મોકળો કરવાનો છે, જેમાં સભ્યો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બહુશાખાકીય મુદ્દાઓ પર એકરૂપ થઈ શકે છે, સંયુક્ત વિજ્ઞાન સલાહ આપી શકે છે અને વિવિધ હિતધારકો વચ્ચે સુમેળ વધારવા માટે વિજ્ઞાન ડિપ્લોમસીનો ઉપયોગ કરી શકે છે.

જી20-સીએસએઆર પહેલ, જે ભારતીય પ્રેસિડેન્સી હેઠળ નવી શરૂ કરવામાં આવી છે, તેનો ઉદ્દેશ સ્વૈચ્છિક જ્ઞાન અને સંસાધનોની વહેંચણી માટે જગ્યા બનાવવાનો છે. તેનો ઉદ્દેશ સર્વસમાવેશકતા, વિવિધતા, પરસ્પરાવલંબન, પારદર્શકતા, કુશળતાની અનેકતા અને સામૂહિક હિત પર આધારિત વિજ્ઞાન સલાહ પ્રક્રિયામાં શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવાનો છે.

જી20-સીએસએઆરની ઉદ્ઘાટન બેઠક ઉત્તરાખંડના રામનગરમાં 28થી 30 માર્ચ, 2023માં યોજાઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ચાર આંતરરાષ્ટ્રિય બેઠકો, છ પક્ષોની બેઠકો અને કેટલીક દ્વિપક્ષીય બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જે પરિણામ દસ્તાવેજ અને અધ્યક્ષના સારાંશ પરની સમજૂતી પર પહોંચવા માટે છે. જી-20-સીએસએઆર પહેલને આગળ વધારવા માટે બેટન બ્રાઝિલને આપવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *