Latest

જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં માઈનોર, મેજર બ્રિજ, બોક્સ કલવટનું નિરીક્ષણ કરાયું

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ જિલ્લાના રાજ્ય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિતના ૫૪ બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ દ્વારા જૂનાગઢ જિલ્લાના વિવિધ ૫૪ જેટલા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં કેશોદ સબ ડિવિઝન ના ૯ પુલ જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, માંગરોળ ગ્રામ્ય વિસ્તાર, મેંદરડા તાલુકાના આઠ પુલ, વંથલીમાં ૧૨, અને વિસાવદરમાં ૨૫ પુલના ટેકનિકલ પાસાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પુલની છેલ્લી તપાસણી ની તારીખ, હાલની સ્થિતિ એ પુલ ‌ફિટ છે કે અનફિટ ,સામાન્ય મરામત કે વિશેષ મરામત ની જરૂરિયાત છે ‌ એ તમામ બાબતની ચકાસણી કરવામાં આવી હતી.

આ ટેકનિકલ સર્વે બાદ પુલ જર્જરીત જણાયે મરામત કરાવવામાં આવશે તેમજ ભય જનક પુલ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા માટે ડાયવર્ઝન રુટ જાહેર કરવામાં આવનાર છે. તેમજ આગામી દિવસોમાં બાકી રહેતા પુલ,બ્રિજની તપાસણી પણ હાથ ધરવામાં આવનાર છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *