Latest

52 ગજની ધજા સાથે 29 વર્ષથી નિરંતર ચાલતા સંઘનું અંબાજી પ્રયાણ

અમદાવાદ: માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો. ભક્તો રાત દિવસ ઠંડી ગરમીની પરવા કર્યા વિના માં અંબાના ચરણોમાં પગપાળા ચાલીને પોતાની માનતા, મનોકામના લઈ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ આશિષભાઈ શર્મા અને રાજુભાઇ પટેલ તેમજ સંકલન સમિતિના અથાગ આયોજન દ્વારા છેલ્લા 29 વર્ષથી નિરંતર 52 ગજની ધજા સાથે એકમના રોજ અંબાજી માં અંબાના દર્શને પ્રયાણ કરે છે.

આજે આ સંઘ દ્વારા અંબાજી જવા આરતી અને ગરબા સાથે પ્રયાણ કરવામાં આવ્યું હતું. આશરે 130 જેટલા સભ્યો એક્સહ મળી પૂનમના રોજ પગપાળા અંબાજી પહોંચે છે અને માતાજીના સાનિધ્યમાં ધજા ચઢાવવામાં આવશે.

કોરોનાનો કપરો કાળ હતો પરંતુ આ વ્યાસવાડી સંઘ દ્વારા નિરંતર 52 ગજની ધજા માં અંબાને ચઢાવવાનો ક્રમ અને પરંપરા જાળવી રાખેલ છે. લાખ્ખોની સંખ્યામાં માં અંબાના ભક્તો ભાદરવી પૂનમના માં અંબાના દર્શને પધારશે અને દર્શન કરી ધન્યતા અનુભવશે. માં અંબે આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે. જય અંબે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *