Latest

વલભીપુર અકસ્માત 6 ના મોત

રિપોર્ટર. ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

ભાવનગરના વલભીપુર તાલુકામાં આઇસર ગાડી પલટી મારી જતા ભડભીડ ગામના છ મજૂરોના ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યા મોત નીપજ્યાં બોટાદના જીંજાવદર ગામથી ભાવનગર લીલુંઘાસ ભરીને આવી રહ્યા હતા એ દરમિયાન મેવાસા ગામ નજીક આઇસર ગાડીનું ટાયર ફાટતા 10 ફૂટ નીચે પાણી ભરેલા ખાડામાં ખાબકતા છ મજૂરો દબાયા હતા જેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું જ્યારે અન્યને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

ભાવનગરના વલભીપુરમાં કરુણાતી કા ઘટના સામે આવી છે જેમાં આઇસર ગાડી પલટી મારી જતા 6 મજૂરો દબાયા હતા હાલ જે પ્રમાણે જાણકારી મળી રહી છે તે મુજબ નવઘણભાઈ રાઠોડ ઉ.21, કાવાભાઈ મકવાણા ઉ..45, સિતુભાઈ ચૌહાણ 58, અલ્પેશભાઈ વેગડ ઉ.22, મનીબેન રાઠોડ ઉ.19, કોમલબેન રાઠોડ ઉ.16 નું મોત થયું હતું જ્યારે એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજા પહોંચી હતી

જેને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઇ વલભીપુર તાલુકા હોસ્પિટલ ખાતે રાજકીય નેતાઓ અને આગેવાનો દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા બનાવા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે લોકોના મોત નીપજતા ડિવાઇસપી સહિતનો પોલીસનો કાફલો સામૂહિક આરોગ્ય કેન્દ્ર વલભીપુર ખાતે દોડી આવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *