Breaking NewsLatest

રાજપૂત સમાજની દ્વિતિય ચિંતન શિબિર રાજકોટ ખાતે યોજાઇ

શ્રી કારડિયા રાજપૂત સમાજ,શ્રી નાડોદા રાજપૂત સમાજ, શ્રી રાપર રાજપૂત સમાજ, શ્રી ગુર્જર રાજપૂત સમાજ, શ્રી વાવ થરાદ રાજપૂત સમાજ, શ્રી હિન્દવાણી રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજની અસ્મિતા તથા રાજપૂત સમાજના ઉત્થાન અંગેની દ્વિતિય ચિંતન શિબિર રાજકોટ ખાતે તા.16/07/2023 રવિવાર ના રોજ, શ્રી કારડિયા રાજપૂત સમાજની વાડી,રણછોડનગર ખાતે યોજાઇ હતી.

જેમાં સમાજના પ્રબુધ્ધજનો, અધિકારીઓ સર્વ શ્રી વિક્રમસિંહ પરમાર (GRCA), ડો. બિપિનસિંહ પરમાર (પોરબંદર), શ્રી દિલિપસિંહ બારડ (સાણંદ), શ્રી દિલિપસિંહ પરમાર (સુરત), શ્રી ધીરૂભા ડોડિયા (રામનાથપરા રાજકોટ), શ્રી ચંદુભા પરમાર (રાજકોટ) , શ્રી બલદેવસિંહ સિંધવ (ટુંવા), શ્રી રમેશસિંહ ચાવડા, (ઇગલ પોલીમર્સ, રાજકોટ), શ્રી રણજીતસિંહ દાહીમા(ખસ બોટાદ), શ્રી બળવંતસિંહ પઢેરિયા (બાવળા), શ્રી પ્રવિણસિંહ કાનભા ગોહિલ (રજોડા),  શ્રી મહેશસિંહ ડોડિયા, (જી.આર.સી.એ, ગીર સોમનાથ), શ્રી હરેન્દ્વસિંહ ડોડિયા (પ્રમુખ શ્રી કારડિયા રાજપૂત કર્મચારી મંડળ) , શ્રી અજયસિંહ પરમાર (સભ્યશ્રી, શિક્ષણ સમિતિ રાજકોટ મહાનગરપાલિકા) , શ્રી દેવાજી ડોડિયા (પ્રમુખશ્રી રાપર રાજપૂત સમાજ), શ્રી પ્રતાપસિંહ મોરી (સરલભાઇ મોરી, સાહિત્યકાર) , શ્રી દિપસિંહજી ડોડિયા (ભાવનગર) , શ્રી કિશોરસિંહ રાઠોડ, (પુરૂષાર્થ યુવક મંડળ, રાજકોટ) , શ્રી ભવાનસિંહ પઢારિયા(ગોંડલ), શ્રી વીનુભા સિંધવ(વીરમગામ), શ્રી દશરથસિંહ જાદવ (ઓગાણ) , શ્રી પ્રતાપસિંહ રથવી (વિરમગામ) , શ્રી રમેશસિંહ ચાવડા(પુર્વ પ્રમુખ સમુહ લગ્ન સમિતિ), શ્રી ભુપતસિંહ વણોલ (રાજકોટ), શ્રી બકુલસિંહ સિંધવ, ડો. કરણસિંહ મોરી (ભાવનગર), શ્રી કનકસિંહ જાદવ(ગીર સોમનાથ) શ્રી અમિતસિંહ હેરમા(બાંટવા), શ્રી અશોકસિંહ ડોડિયા (રામનાથપરા), શ્રી સંદીપસિંહ ડોડીયા(રામનાથપરા), શ્રી ધીરુભા રાઠોડ(બેડીપરા ), શ્રી મોહનસિંહ ડોડીયા તથા 100 થી વધુ વડીલો તથા યુવાનોએ અલગ અલગ વિસ્તારમાંથી ઉપસ્થિત રહેલ. અત્રે નોંધનીય છે કે રાજપૂત સમાજની પ્રથમ ચિંતન શિબિર માળિયા હાટીનાના અમરાપુર (ગીર) ખાતે તા.07/07/2023 ના રોજ યોજાયેલ.

દ્વિતિય ચિંતન શિબિરમાં ઉપસ્થિત સમાજના પ્રબુધ્ધજનો, અધિકારીઓ, વડીલો તથા યુવાનોએ પોતાના વકતવ્યો તથા અભિપ્રાયોમાં રાજપૂત સમાજની અસ્મિતા જાળવવા પર સવિશેષ ભાર મુકેલ હતો. તેમજ રાજપૂત સમાજને સ્પર્શતા મુદ્દાઓ  જેમકે વસ્તડી ખાતે નિર્માણ પામતા  શ્રી ભવાની ધામ, વિગેરે જેવા અનેક વિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી.  તેમજ રાજપૂત સમાજનું એક રાજય વ્યાપી મજબુત સંગઠન બનાવવાનો નિર્ણય  કરવામાં આવેલ. સંગઠન ભવિષ્યમાં સુચારૂરૂપે સમાજના સર્વાંગી વિકાસ અને અસ્મિતા માટે કાયમી ધોરણે કાર્ય કરી શકે તે માટે તેનુ ચોક્ક્સ બંધારણ બનાવવા એક ડ્રાફટ કમિટીની રચના કરવામાં આવી હતી.

સંગઠનની પ્રાથમિક કાર્યવાહી કરવા માટે અધ્યક્ષ તરીકે  રાજપૂત સમાજના યશસ્વી અને તેજસ્વી આગેવાન શ્રી લક્ષ્મણસિંહ યાદવ બાપુ (કાત્રાસા ગીર, માળીયા હાટીના) ની વરણી કરવામાં આવી હતી. અલબત શ્રી લક્ષ્મણસિંહ યાદવ બાપુ પ્રવાસમાં હોવાથી તેઓની ટેલીફોનિક અનુમતિ લેવામાં આવી હતી.

બંધારણ ડ્રાફટ સમિતિ (CDC) સંગઠનના બંધારણનો લેખિત દસ્તાવેજ એક સપ્તાહમાં રજુ કરશે. તેના અભ્યાસ અને અધ્યયન બાદ નવ નિયુકત અધ્યક્ષશ્રી આગળની જરૂરી કાર્યવાહી કરશે. નવ નિયુકત અધ્યક્ષશ્રીને ચોમેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *