દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.
સૂફી સંતો અને દાનવીરોની પવિત્ર ભૂમિ ગણાતા ચલાલામાં હિન્દુ-મુસ્લિમ સમાજના અતૂટ ભાઈચારાનું વધુ એક પુષ્પ ખીલવા જઈ રહ્યું છે. સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા નિર્મિત તદ્દન નવી, અદ્યતન અને સંપૂર્ણ સુવિધાયુક્ત ‘જુમ્મા મસ્જિદ’ ની ઈમારતનો શુભ ઉદ્ઘાટન સમારોહ આવતીકાલે રવિવારે આયોજિત કરવામાં આવ્યો છે.
આ ગૌરવપૂર્ણ સમારોહનું પ્રમુખ સ્થાન આદરણીય શ્રી શબીરબાપુ શોભાવશે. વિશેષ આનંદની વાત એ છે કે, અંશાવતાર દાનમહારાજની જગ્યાના મહંત શ્રી વલકુબાપુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. મંદિર અને મસ્જિદના પ્રતિનિધિઓની એકસાથે ઉપસ્થિતિ ચલાલાની ‘ઘીંગી ધારા’ પર સમાજ એકતાનું બેમિસાલ ઉદાહરણ પૂરું પાડશે.
આવતીકાલે તારીખ
૨૫-૦૧-૨૦૨૬, રવિવાર
સવારે ૧૧:૦૦ કલાકે
જુમ્મા મસ્જિદ, ચલાલા
આ આલીશાન ઈમારતના ઉદ્ઘાટનને સફળ બનાવવા માટે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ શ્રી હુસૈનભાઈ કાલીયા તથા ઉપપ્રમુખ શ્રી ઈકબાલભાઈ બેલીમના માર્ગદર્શન હેઠળ કમિટીના તમામ સભ્યો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર ચલાલા પંથકમાં આ પ્રસંગને લઈને હર્ષની લાગણી જોવા મળી રહી છે.
રિપોટર ટીનુભાઈ લલિયા ધારી
















