મિત્રો એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક અંતરિયાળ ગામમાં આદિવાસી સમાજની માનસિક વિકલાંગ યુવતી પર એજ ગામના એક નરાધમ દ્વારા વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી છે જેમા તે માનસિક વિકલાંગ દીકરીએ થોડા દિવસો પહેલા વડોદરાની એસએસસી હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો છે.
આ ઘટનામાં ચોકાવનારી વાત તો એ છે કે આ બાબતે પીડિત પરિવાર દ્વારા ઘણી વાર ન્યાય માટે પોલીસ તંત્રને રજૂઆત કરી હતી પરંતુ એ પરીવાર ને ન્યાય ન મળ્યો.
વડોદરાના એસએસજી હોસ્પિટલમાં પીડિત દિકરીએ એક બાળકીને જન્મ આપ્યા બાદ આ વાત વાયુવેગે પ્રસરતા વડોદરાના પાંચ સેવાભાવી પત્રકાર મિત્રો પીડિત દીકરીની મદદ માટે પહોંચ્યા હતા અને આખો મુદ્દો પ્રકાશિત કર્યા બાદ પોલીસ પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તથા આરોપી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સવાલ અહીં એ ઉભો થાય છે કે 👉🏽હાલના સમયમાં અલગ ભીલ પ્રદેશની માગણીનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે જ્યારે આજ સંભવિત ભીલ પ્રદેશ ના નર્મદા જિલ્લામાં એક માનસિક વિકલાંગ દિકરી પર દુષ્કર્મ થાય છે ત્યારે આદિવાસી એકતા, અખંડિતતા અને ન્યાય માટે બુમો પાડતા સામાજીક આગેવાનો, રાજકીય નેતાઓ અને સંગઠનો આ પીડિત દીકરીની વહારે ક્યારે આવશે???
👉🏽જો આવી જ રીતે યુવતીઓ ભોગ બનતી રહેશે તો અલગ ભીલ પ્રદેશ બનાવવાનો અથૅ જ શુ છે??
હાલ આ પીડિત યુવતી અને તેના પરિવાર ને સરકાર અને રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો તરફથી યોગ્ય વળતર અને ન્યાય મળે તથા આ પીડિત યુવતી સાથે દુષ્કર્મ કરનાર આરોપી ને સખતમાં સખત સજા થાય તેવી માંગ ઉઠવા પામી છે.
રીપોર્ટ મિતેષ તડવી વડોદરા