લખતર તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા લખતર ગામની જુદીજુદી આંગણવાડીમાં બાળકો સાથે ભુપેન્દ્ર પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
લખતર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જન્મદિવસની ઉજવણી સમાજમાં સેવાકીય પ્રવૃત્તિ કરી ઉજવવામાં આવે છે
આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે તે નિમિતે લખતર તાલુકા યુવા મોરચા દ્વારા લખતર ગામની જુદીજુદી આંગણવાડીમાં જઈ નાના નાના ભૂલકાઓને ભોજન પીરસી ભુપેન્દ્ર પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમનું આયોજન લખતર તાલુકા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા મહામંત્રી મહેશભાઈ મેણીયા દ્વારા કરવામાં આવતા તેમની સાથે લખતર તાલુકા પંચાયત સદસ્ય રાવીરાજસિંહ રાણા કુલદીપસિંહ ઝાલા ટીંચુદાદા સહિત બળદેવ ઉલવા ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર વિજય જોષી લખતર