Latest

રાજકોટના આંગણે આઠ દિવસય શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવમાં મહા પ્રસાદ અન્નકુટ મહારાસ,મટકી ફોડ સહીતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન

રાજકોટ શહેરના આનંદનગરના આંગણે આફતને અવસરમાં પલટતો પ્રસંગ એટલે ‘શ્રીકૃષ્ણ નીતિ મહોત્સવ’ જેમાં છત્રીસકોમ સંગઠીત થઇ કૃષ્ણભાવ પ્રગટ કરવા જઇ રહ્યું છે

જેમાં ગોકુળ દ્વારથી કનૈયાની સાથે આવતા ભોળા ભરવાડ સમાજને આવકારવા દ્વારીકાદ્વારથી આહિર સમાજની આગેવાનીમાં આનંદ વિભોર છત્રીસે કોમ જમશે રબારી સમાજ ધર્મધજા સાથે સંગત જમાવશે ચારણ સમાજના અષાઢી કંઠે ગવાયેલા દુહા,છંદ સાથે,ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે કાળીયા ઠાકરને આહ્વાન કરાશે

નાગરની કરતાલ ગુંજશે તો કુંભાર ભગતની તુલસી માળા ફરશે ક્ષત્રિયાણી મીરાની મધુરતા મોહનને મંત્રમુગ્ધ કરશે તો ક્ષત્રિયો ધર્મદંડ કેશવને અર્પણ કરશે રાવળના ડાક વાગશેને જૈન સમાજ અગમ શાસ્ત્ર આવનારા તીર્થંકરને આપશેને બારોટ સમાજ સંજયના સ્વરે શ્યામ નિહાળશે છત્રીસે કોમ ઠાકરના નાદ સાથે જુમી ઉઠશે શહેરના આનંદનગર ૧૪૪ SIT ફ્લેટ ઓનર્સ એસો. આનંદનગર કોલોની આયોજીત શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવનું ૧૪૪ ગાયત્રી મંદિર વાળો બગીચા ખાતે તા.૨૦-૮ થી તા.૨૭-૮ દરરોજ સાંજે ૭ થી ૧૧ સુધી આયોજન કરવામાં આવ્યું છે

આ પ્રસંગમાં મહારાજા માંધાતાસિંહ જાડેજા ઓફ રાજકોટ તથા ખાસ રાજ પરિવાર ઉપસ્થિત રહેશે તા.૨૦-૮ને મંગળવારે નગરચર્યા સાંજે ૪-૩૦ કલાકે,કૃષ્ણભાવ આહ્વાન સાંજે ૭ કલાકે (આહિરાણીઓ દ્વારા રાસરંગ ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર)સ્થાપન પૂજન સાંજે ૭-૩૦ કલાકે(છતીસ કોમ દ્વારા)આનંદ અર્પણ સાંજે ૭-૪૫ કલાકે તા.૨૦ને સાંજે ૮-૧૫ કલાકે ‘અમિયલ આશિષ ’’આઇ ભગવતી દેવલમાં (બલીયાવડ-જૂનાગઢ)ચારણ સંત પાલુ ભગત(કાળીપાટ-રાજકોટ) સ્વામી નિખિલેશ્વરાનંદજી (રામકૃષ્ણ આશ્રમ-રાજકોટ) અને ટીટા ભગત (પાળના ઠાકરની જગ્યા) આર્શીવચનો પાઠવશે

અનંત ઉર આરતી દરરોજ સાંજે ૭ કલાકે કરાશે તા.૨૧ના રોજ જયભાઇ વસાવડા,ધવલભાઇ દવે દેવાંશીબેન જોષી,અનવરભાઇ મીર,તા.૨૨-૭ના રોજ સાંઇરામ દવે,જવલંત છાયા ડો.યોગરાજસિંહ જાડેજા, ડો.હેમાંગ વસાવડા તા.૨૩-૮ના રોજ મેરાણ ગઢવી બળવંત જાની આપ નેતા ઇસુદાન ગઢવી,પત્રકાર તુષાર બસીયા,તા.૨૪/૮મીએ યશવંત લાંબા,આપ નેતા ગોપાલ ઇટાલીયા પત્રકાર જગદીશ મહેતા અંબાદાન રોહડીયા તા.૨૫મીએ પુરૂષોત્તમ રૂપાલા,અશોક ગઢવી, રવિ આહિર ગાજડી લોક સાહિત્યકાર અને મેહુલ રવાણી ઉપસ્થિત રહેશે તા.૨૫મીએ સત્યનારાયણની કથા,બાળ ગોપી કૃષ્ણ ફેશન ઉત્સવ(ઉ.૭ વર્ષ સુધીના તલવાર રાસ તા.૨૭મીએ આનંદનગરનો આંતર્નાદ મહા પ્રસાદ અન્નકોટ,મહારાસ અને મટકી ફોડ કાર્યક્રમમાં ભાવેશ આહિર (લોકગાયક) શક્તિદાન ગઢવી (લોકગાયક) ખુશાલી ભરવાડ (લોકગાયક) કીર્તિદાન ગઢવી (લોકગાયક) ગણેશ રબારી (લોકગાયક) ભક્તિદાન ગઢવી (લોકગાયક) ઉપસ્થિત રહી શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવમાં શોભા વધારશે તેમ અખબારી યાદીમાં જણાવાયુ હતુ અશોકભાઇ ગઢવી(૯૮૨૫૨ ૧૭૬૦૩)હેમત લોખીલ(૯૯૭૯૭ ૧૭૭૦૫) જગાભાઈ રબારી,ભીખાભાઇ ભરવાડ,ગોપાલ બોરાણા દર્શનભાઇ ભીલ,રાજેશ બારોટ કેતન જરીયા,નરેન્દ્રસિંહ જાડેજા માણસુરભાઇ વાળા દિનેશભાઇ ચાવડા,દિગેશ વાઘેલા જીગ્નેશભાઇ વાગડીયા,અંકીત વોરા,અજયભાઇ ડાભી,ડો.રવિ પાટડીયા,કલ્પેશભાઇ પાટડીયા હરેશ રબારી,કાનાભાઇ રબારીએ જણાવ્યુ હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *