કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- લોકભારતી ખાતે “આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીની સાથે ખાતરોના સમતોલ ઉપયોગ અને સામાજિક કૃષિ વનીકરણ બાબતે જાગરૂકતા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં કુલ ૮૦ જેટલા ખેડૂતો, કૃષિ ઉત્પાદનોના વિક્રેતાઓએ ભાગ લીધો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. નિગમ શુક્લ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ. એમ. પટેલ, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી એસ. બી. વાઘમશી, નાયબ બાગાયત નિયામક શ્રી એમ. બી. વાઘમશી તથા નાયબ ખેતી નિયામક (તાલીમ) શ્રી જે. એન. પરમાર અને અન્ય અધિકારીશ્રીઓએ ભાગ લઈને ઉપસ્થિત સમૂહને ખાતરોના સમતોલ અને કાર્યક્ષમ ઉપયોગ, કેન્દ્રિય ખાતરોની ઉપલબ્ધિ અને ખેતીમાં તેનું મહત્વ, પર્યાવરણીય સમસ્યાઓ તથા માનવ સ્વાસ્થ્ય માટે સામાજિક કૃષિ વનીકરણનું મહત્વ જેવાં વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન શ્રી પ્રશાંતભાઈ મહેતા તથા શ્રી પ્રદીપભાઈ ક્યાડા દ્વારા જીવનમાં યોગના મહત્વ વિષે સમજ આપીને હળવા યોગાસનો કરાવવામાં આવ્યા ઈફકો હતાં. ઇફ્કો તથા કૃભકોના અધિકારીશ્રી ડી. વી .પટેલ તથા શ્રી એમ. જે. સરધારા દ્વારા ખાતર વિક્રેતાઓને પી. ઓ. એસ. મશીનના ઉપયોગ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
——–
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર