Breaking NewsLatest

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નો નગારે ઘા : ભાજપ અને કોંગ્રેસ સમક્ષ પત્રકાર સુરક્ષા કાનૂનને ઇલેક્શન મેનીફેસ્ટોમાં સમાવેશ કરવા કરાઈ માંગ

 

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પ્રદેશની કોર કમિટી ની બેઠક બાદ “કમલમ” અને “રાજીવ ગાંધી ભવન”માં રાજકીય અગ્રણીઓ સાથે પત્રકારો ની માંગ સંદર્ભે વિચાર વિમર્શ

ગાંધીનગરઃ સમગ્ર દેશના સૌથી મોટા અને તાકાતવર પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને પત્રકારોની વિલંબીત વાજબી માંગો પરિપૂર્ણ થાય તે હેતુથી આજરોજ ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોર કમિટીની બેઠક યોજાઇ હતી

જેમાં સમગ્ર રાજ્યમાંથી ધુરંધર પત્રકાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોના 10 મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ આગામી નવ નિર્વાચિત સરકાર “પત્રકાર સુરક્ષા કાનૂન” વિધાનસભામાં પારિત કરે તે માટે ઠોસ કાર્ય યોજના તૈયાર કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પ્રદેશ કોર કમિટીની મિટિંગમાં “પત્રકાર સુરક્ષા કાનૂન” ઉપરાંત પત્રકારોને ઉપયોગી 10 મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી તેની યાદી તૈયાર કરીને આ તમામ મુદ્દાઓનો ગુજરાતના બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસના ઇલેક્શન મેનીફેસ્ટોમાં સમાવેશ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

આજરોજ મિટિંગ પૂર્ણ થયા બાદ સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય “કમલમ” ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં પ્રતિનિધિ મંડળ દ્વારા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી દીપિકાબેન સરળવા સાથે મુલાકાત યોજીને ભાજપાના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને સંબોધીને તૈયાર કરવામાં આવેલ માંગણી પત્ર સુપ્રત કરવામાં આવ્યો હતો. ભાજપના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી દીપીકાબેન સરડવા દ્વારા પત્રકારોની લાગણીઓ બાબતે તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષને લાગણી પહોંચાડશે તેવી ખાતરી આપી હતી.

ત્યારબાદ ABPSS પ્રતિનિધી મંડળ દ્વારા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય “રાજીવ ગાંધી ભવન” ખાતે કોંગ્રેસના મેનિફેસ્ટો કમિટીના ચેરમેન દીપકભાઈ બાબરીયા, સંયોજક અહેશાનભાઈ શેખ સહિતના અગ્રણીઓ સાથે પત્રકારોની 10 માંગણીઓ સંદર્ભે વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો જે દરમિયાન કોંગ્રેસના મેન્યુફેસ્ટોમાં પત્રકારોના પ્રશ્નોનો સમાવેશ કરવાની તેઓએ ખાતરી આપી હતી.

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની આજની પ્રદેશ કોર કમિટીની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અજય સિંહ પરમાર, પ્રદેશ સંયોજક મીનહાજ મલિક, પ્રદેશ ઉપાધ્યક્ષ વિમલભાઈ મોદી,પ્રદેશ મંત્રી જેણુભા વાઘેલા, પ્રદેશ મંત્રી રામજીભાઈ રાયગોર, પ્રદેશ અગ્રણીઓ સર્વશ્રી હેમરાજસિંહ વાળા, સમ્રાટ બૌધ્ધ, સંજીવભાઈ રાજપૂત, જાકીર મીર, જતીન પટેલ, ધવલ માકડિયા, અમદાવાદ શહેર અધ્યક્ષ સુજલ મિશ્રા મહિલા પ્રતિનિધિ કોમલબેન જેઠવા , દશરથભાઈ કાતિયા, જેન્તીભાઇ ઠાકોર સહિત નાં પત્રકાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકારો ની જે માંગો નો ઈલેકશન મેનીફેસ્ટો માં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી છે તે મુજબ છે. (૧) કોઈપણ અધિકૃત અખબાર કે ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકાર નું અપમૃત્યુ થાય તો તેનાં પરિવારજનો ને રૂ.૧૦ લાખની તત્કાલ સહાય કરવામાં આવે.(૨) પત્રકારો ને કાનૂની દરજ્જો આપવામાં આવે તે હેતુ થી “પત્રકાર સુરક્ષા કાનૂન” તૈયાર કરી તેને વિધાનસભા માં પારિત કરવામા આવે.(૩) પોલીસ સ્ટેશનમાં કે જાહેર સ્થળો માં પત્રકારો ને ભીડ નો હિસ્સો ગણવામાં ન આવે અને તેની સાથે સન્માનજનક વ્યહવાર થાય તે હેતુથી ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવે.(૪) પત્રકારો માટે વિશિષ્ઠ કેટેગરી નું નિર્માણ કરી તેઓને સરકારી સુવિધાઓમાં અગ્રતા આપવામાં આવે.(૫) પત્રકારો માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રેસ ક્લબ નાં નિર્માણ હેતુ વિના મૂલ્યે જમીન ની ફાળવણી કરવામાં આવે.(૬) સ્થાનિક અખબારો ને મદદ હેતુ સાપ્તાહિક અખબાર ને દર વર્ષે ઓછામાં ઓછી દોઢ લાખ અને દૈનિક અખબાર માટે દસ લાખ ની સરકારી જાહેર ખબરની ફાળવેલી કરવામા આવે.(૭) નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ પત્રકારો ને ટોલ નાકા માટેનાં કાર પાસ ઇસ્યુ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત કરવામા આવે. (૮) માહીતી ખાતા દ્વારા સરકારી અધિકૃતતા નો દાયરો વિસ્તૃત કરીને અધિકૃત અખબાર કે ચેનલનાં ફિલ્ડ માં કામ કરતા પૂર્ણ કાલીન તમામ પત્રકારો ને સરકાર દ્વારા અધિકૃત પત્રકાર ગણવામાં આવે.(૯) પૂર્ણ કાલીન પત્રકારત્વ સાથે ન જોડાયેલા હોય અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા તેમજ માત્ર તોડ બાજી કરવા પ્રેસ કાર્ડ ધારક લઇને ફરતા બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.(૧૦) ગુજરાત સરકાર દ્વારા પત્રકારો ને અધિકૃત કરવાની તેમજ જાહેરખબર નકકી કરવાની કમિટી માં રજીસ્ટર્ડ પત્રકાર સંગઠનો નાં પ્રતિનિધિઓ ની નિમણુંક કરવામાં આવે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *