Latest

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દિલ્હી અને નર્મદા જિલ્લા ના બર્ક ફાઉન્ડેશન વચ્ચે MOU કરવામાં આવ્યું

આજરોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દિલ્હી અને નર્મદા જિલ્લા માં બહોળી પ્રતિભા ધરાવનાર બર્ક ફાઉન્ડેશન સાથે MOU કરવામાં આવ્યું છે.

ભારત દેશ ના ૨૨ રાજ્યો માં પોતાનું અસ્તિત્વ ધરાવનાર અને પત્રકારો ના હિત માટે સતત પ્રયત્નશીલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દિલ્હી ના ગુજરાત રાજ્યના પ્રદેશ હોદ્દેદાર સહ સંયોજક ભાવેશ મુલાણી ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ રાજપીપલા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના જિલ્લા પ્રભારી ભરતભાઈ શાહ ની મેહનત ના ભાગ રૂપે નર્મદા જિલ્લા માં સ્વ મેહનતે સામાજિક પ્રવૃત્તિ કરી સામાજિક સેવા ક્ષેત્રે પોતાનું યોગદાન આપતા અને સતત કાર્યશીલ એવા બર્ક ફાઉન્ડેશન ના પ્રમુખ જ્યોર્જ બર્ક સાથેની ચર્ચા વિચારણા ને ધ્યાને લઈ ને ખુબ સારી નામના ધરાવનાર આ બંને સંગઠનો વચ્ચે MOU કરવામાં આવ્યો છે જે ખુબ સારી કામગરી થવા પામી છે. અને આવનાર સમય માં આ બંને સંગઠનો અગાઉના સમય માં ભેગા મળીને ખુબ સારી કામગરી કરશે તેવી આશા ઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પ્રસંગે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગુજરાતના પ્રદેશ સહ સંયોજક ભાવેશ મુલાણી, ગુજરાતના પ્રદેશ મંત્રી શૈલેષકુમાર પરમાર, નર્મદા જિલ્લા ના પ્રભારી ભરતભાઈ શાહ, નર્મદા જિલ્લા પ્રમુખ જયદીપ રાઠોડ, જિલ્લા મહામંત્રી ઈકરામ મલેક, બર્ક ફાઉન્ડેશન ના પ્રમુખ જ્યોર્જ બર્ક, મારીયા બર્ક, મોઇન રાજ તથા કૈલાશ ભાવસાર હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *