– બર્ક ફાઉન્ડેશન અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં સંયુક્ત ઉપક્રેમે સેનેટરી પેડનું વિતરણ કરાયું
રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના કાળ માં પ્રશંસનીય કાર્ય કરનાર બર્ક ફાઉન્ડેશન દ્વારા હજુ પણ અનેક કાર્યક્રમો કરાઇ રહ્યાં છે જેમાં ખાસ કરીને માસિક ધર્મ માં ઉપયોગી એવા સેનેટરી પેડ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે જેમાં નર્મદા જિલ્લા નાં ટ્રાઈબલ વિસ્તાર માં જેમાં ખાસ કરીને ડેડીયાપાડા અને સાગબારા તાલુકા માં ખાસ જાણકારી સાથે પેડનું વિતરણ કરાયું હતું તથા મોટા ભાગની શાળાઓ કોલેજો આશ્રમશાળા ,જંગલ વિસ્તાર સહિત અનેક જગ્યાઓ પર અત્યાર સુધીમાં લાખો ની સંખ્યમાં સેનેટરી પેડ આપવામાં આવ્યા છે અને એ પણ વિના મૂલ્યે આ પેડ નું વિતરણ કરી સાથે સાથે દીકરીઓને આ માટેની સંપૂર્ણ માહિતી પ્રોજેક્ટર દ્વારા આપવામાં આવતી હોય જેથી દીકરીઓ એક ફિલ્મ નાં માધ્યમ થી માસિક ધર્મ બાબતે સંપૂર્ણ માહિતગાર થાય છે.
આ પેડ વિતરણ કાર્યક્રમ માં બર્ક ફાઉન્ડેશન નાં જ્યોર્જ બર્ક,મધુબાલાબેન બર્ક,મારીયા બર્ક પિરામલ ફાઉન્ડેશન નાં સુરેશભાઈ વસાવા,મોઈનભાઈ રાજ,કૈલાશભાઈ ભાવસાર અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, નર્મદા જિલ્લા પ્રભારી ભરત શાહ ઉપસ્થિત રહ્યા હતા
સમગ્ર કાર્યક્રમ માં સીમાબેન રોહિત,ડાયરેકટર,ત્રીશિકા નર્સિંગ ઇન્સટિટ્યૂટ, રાજપીપળા તરફથી ખૂબ સારો સહકાર મળ્યો હતો.