Breaking NewsLatest

અખિલ ભારતીય પત્રકાર સમિતિની ગાંધીનગર ખાતે કારોબારી બેઠક મળી, સંગઠનમાં ફેરબદલ કરાયા

દેશનું સૌથી મોટું પત્રકારોનું સંગઠન અખિલ ભારતીય પત્રકાર સમિતિ (ABPSS) દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે 26 માર્ચ, રવિવારના રોજ ગુજરાત પ્રદેશ સંગઠનની બેઠક મળી હતી. આ બેઠકમાં ABPSS સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયા હાજરી આપી હતી અને તેમના અધ્યક્ષ સ્થાને બેઠકમાં ગુજરાત પ્રદેશ સંગઠનની પુન: રચના કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, આ કારોબારીની બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે બાબુલાલ ચૌધરી, ગુજરાત પ્રદેશ સંયોજક તરીકે મીનહાજ મલિક, ગુજરાત પ્રદેશ સહ સંયોજક તરીકે ભાવેશ મુલાણી, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વિમલ મોદી, હેમરાજસિંહ વાળાની નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે જ, પ્રદેશ મહામંત્રી ( ઝોન પ્રભારી ) જ્યોતિન્દ્ર ગોસ્વામી ( દક્ષિણ ), જેણુંભા વાઘેલા ( ઉત્તર ), ઈનાયતખાન પઠાણ ( સૌરાષ્ટ્ર ) , તેજેન્દ્રસિંહ ( કચ્છ ), આ સાથે પ્રદેશ મંત્રી ( ઝોન સહ પ્રભારી ) શૈલેશ પરમાર, શેખર ખેરનાર ( દક્ષિણ ), રામજીભાઈ યગોર ( ઉત્તર ), કે જે ગઢવી ( સૌરાષ્ટ્ર ), સંજીવ રાજપુત ( અધ્યક્ષ – સભ્ય જોડો અભિયાન ), દિનેશ ગઢવી ( કા. સભ્ય ), વિકી પટેલ ( કા. સભ્ય )ના હોદ્દા પર સ્થાન આપવામાં આવ્યું હતું.

આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રભારી તરીકે ભાવેશ આહીર ( કચ્છ ), ધીરેન મકવાણા ( રાજકોટ ), પરેશ પરિયા ( મોરબી ) , પ્રકાશ દવે ( જુનાગઢ ),વિષ્ણુ જાદવ ( અમરેલી, બોટાદ અને ભાવનગર ), સમ્રાટ બૌદ્ધ ( પોરબંદર ), દીપક કક્કડ ( ગીર સોમનાથ ),રાજુદાન ગઢવી ( સુરેન્દ્રનગર ) કાંતિ જોશી ( પાટણ ), હેતન જોશી ( અરવલ્લી અને મહિસાગર ), અરવિંદસિંહ ચાવડા અને વીરભદ્ર સિંહ ઝાલા ( સાબરકાંઠા ), અનિલ મકવાણા અને નાગજી બારોટ ( ગાંધીનગર ), પ્રીતેશ પારેખ અને સાજીદ હલદરવા ( વડોદરા, છોટાઉદેપુર, આણંદ અને નડિયાદ ), જ્યોતિન્દ્ર ગોસ્વામી અને શેખર ખેરનાર ( વલસાડ, સુરત અને તાપી )ને જવાબદારી સોંપાવમાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ છત્તીસગઢ સરકારે પત્રકારની સુરક્ષાને લઈને કાનુન પાસ કર્યો છે. જેના આજથી 5 વર્ષ પહેલા CM ભુપેશ બઘેલે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિને વચન આપ્યું હતું જે હાલ પુરુ કર્યું છે. જેને લઈને સમગ્ર દેશમાં પત્રકારો આ અંગે અલગ અલગ રાજ્યોની સરકારને આવેદનો આપી ત્યાં પણ આ કાનૂન લાગુ કરવા માંગ કરી રહ્યા છે.

જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી રહી છે. આ સંગઠનો સાથે જોડાયેલા ગુજરાતના અનેક પત્રકારોએ પણ આ માંગને તેજ કરી છે. જેને લઈને અને કાર્યક્રમો પણ આવનારા સમયમાં આપવામાં આવશે તેવું ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયાએ જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *