શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે આધ્યશક્તિ સરકારી હોસ્પિટલ આવેલુ છે.આ હૉસ્પિટલ ખાતે મંગળવારે CPR ટ્રેનીંગ મા હોસ્પીટલ ના સ્ટાફ અને નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થી અને અંબાજી ના રહીશો એ લાભ લીધો હતો. અત્યારે જે નાની ઉંમરમાં હૃદયના અટેકનું પ્રમાણ વધ્યું છે
તેમજ ઇમરજન્સી મા કોઈ દર્દીને જરૂર પડે તેથી સીપીઆર ટ્રેનિંગ માં હોસ્પિટલના સ્ટાફ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને અંબાજીના રહીશોએ લાભ લીધો હતો કોઈ દર્દીને જરૂર પડે તો CPR ટ્રેનિંગ લીધી હોય તો દર્દીને જીવ બચાવવા પોતાનો યોગદાન આપી શકે.
વધુમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જેવા કે હૃદય રોગ, કિડની રોગ, મગજના રોગ, પેટના રોગ અને હાડકા તેમજ મણકાના રોગ ડોક્ટરોએ પોતાનો કીમતી સમય આપીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
અંબાજીના આજુબાજુના આદિવાસી વિસ્તારના જરૂરિયાતવાળા દર્દીઓ આ કેમ્પનો બહોળો પ્રમાણ માં લાભ લીધો હતો અને દર્દીઓ હોસ્પિટલ ના સ્ટાફ અને ડોક્ટરની કામગીરીને બિરદાવી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ કેમ્પને સફળ બનાવવામાં હોસ્પિટલના અધિક્ષક શ્રી ડૉ.વાય કે મકવાણા તેમજ અન્ય ડોકટર અને વર્ગ ૩ નર્સિંગ સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફ ફાર્માસિસ્ટ અને પેરા મેડિકલ સ્ટાફ વર્ગ 4 ના કર્મચારીઓ પોતાની ફરજ અને યોગદાન આપીને કેમ્પને સફળ બનાવ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી