શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દાંતા તાલુકામાં આવેલું છે .દાંતા તાલુકામાં સૌથી મોટું સરકારી હોસ્પિટલ અંબાજી ખાતે આવેલું છે જેમાં દર મહિનાના બીજા મંગળવારે અમદાવાદ જીસીએસ હોસ્પિટલના ઉપક્રમે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો.
સરકાર અને સેવાભાવી સંસ્થાનો દ્વારા અનેકો કેમ્પો યોજાતા હોય છે. જેમાં લોકોને અનેકો સુવિધા ઉપલબ્ધ કરાવતા હોય છે. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પો પણ યોજાય છે. જેમાં સારવારથી લઈને દવાઓ સુધી મફત સુવિધાઓ જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવે છે. જેથી ગરીબ અને અસહાય લોકો માટે જીવનદાન સાબિત થતી હોય છે. 8 ઓગસ્ટ ના અંબાજી ખાતે આવેલી આદ્યશક્તિ હોસ્પિટલમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીસીએસ હોસ્પિટલ અમદાવાદ અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી દ્વારા આયોજિત ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. આ ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં મગજના રોગો, હૃદયના રોગો, કિડનીના રોગો, ગેસ્ટો( પેટના રોગો), મણકા અને સાંધાના રોગો સહિતના અનેક ઉપચાર આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવાર અને સર્જરીનું આયોજન આજે કરવામાં આવ્યું છે. જેમાં આજે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોએ ફ્રી મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. જીસીએસ હોસ્પિટલના ડો.સરફરાજ મનસુરી અને અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ના ડો. વાય.કે.મકવાણા સહિત વિવિધ ડોક્ટરો દ્વારા આવનાર દર્દીઓને સ્થળ ચકાસણી અને વિવિધ સારવાર કરવામાં આવી હતી.
:- આધશક્તિ જનરલ હોસ્પિટલ ના કેમ્પ મા ઘણા દર્દીઓએ લાભ લીધો :-
આધશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે 600 દર્દીઓએ લાભ લીધો હતો. જેમા ફ્રી મેગા કેમ્પ માં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે 100 જેટલા દર્દીઓએ ચેકઅપ પણ કરાવ્યું હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી