ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જનજજન સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ આરોગ્ય મેળા અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી જે દાંતા તાલુકામાં આવેલી સૌથી મોટી હોસ્પિટલ છે અને અંબાજીથી 50 કિલોમીટર ના વિસ્તાર માં રહેતા લોકો માટે આશીર્વાદ રૂપ હોસ્પિટલ છે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને જીસીએસ હોસ્પિટલ અમદાવાદ હોસ્પિટલ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે તારીખ 12/03/2024 ના રોજ ફ્રી મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ હતો
જેમાં મગજના રોગો (ન્યુરો) હૃદયના રોગો (કાર્ડીઓ) પેટના રોગો (ગેસ્ટ્રો) કિડનીના રોગો (નેફ્રો) અને હાડકાના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા આશરે 80 જેટલા જરૂરીયાત વાળા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને સારવાર કરવાં મા આવી હતી તો આ કેમ્પ ને સફળ બનાવવામાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ના અધિક્ષક ડૉ.વાય.કે મકવાણા અને ડોક્ટર પિયુષ મોદી અને સ્ટાફ નર્સ ,ફાર્માસિસ્ટ ,લેબોરેટરી ટેકનીશીયન અને વર્ગ ત્રણ અને વર્ગ-૪ ના કર્મચારીઓએ પોતાના જવાબદારી અને સેવાના હેતુથી કેમ્પને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું દર્દીઓએ પણ હોસ્પિટલની કામગીરીને બિરદાવી હતી અને હોસ્પિટલના સ્ટાફનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો
રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી