માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ સમગ્ર દેશના ખેડૂતોને ઉદબોધન કરવામાં આવ્યું હતુ. જેમાં તેઓએ પુસા (નવી દિલ્હી) ખાતેથી ધન ધાન્ય કૃષિ યોજના અને રાષ્ટ્રીય કઠોળ મિસનનું લોકાર્પણ કર્યું હતું.
જેની જાહેરાત વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૦૦૦૦ ખેડૂત ઉત્પાદક સંગઠનમાં ૫૦ લાખ ખેડૂત સભાસદોનો સીમાચિન્હ હાંસલ કરવાની માન્યતા પણ જોવા મળી હતી.
જેમાં ૧ કરોડથી વધુ વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા ૧૧૦૦ થી વધુ ખેડૂત ઉત્પાદક સંગઠનની સ્વીકૃતિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિસન હેઠળ પ્રમાણે ૧ લાખથી વધુ ખેડૂતોને નોંધપાત્ર સિદ્ધીઓની પણ આ કાર્યક્રમ દરમિયાન ઉજવણી કરવામાં આવી હતી.
ઉપરાંત શ્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ કૃષિ મંત્રીશ્રી, ગુજરાતના ઉદબોધનનું જીવંત પ્રસારણ પણ યોજાયું હતું. જેમાં શ્રી ઉમાશંકર ચૌધરી, સી.પી.એમ-એસીલ., અંબુજાનગર, શ્રી દેવેન્દ્ર ચૌહાણ, એન્વાયર્મેન્ટ હેડ, અંબુજાનગર, શ્રી ડી. બી. વઘાસિયા, જનરલ મેનેજર, અંબુજા ફાઉન્ડેશન, ડો. પુષ્પકાન્ત સ્વર્ણકાર, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, ગીર સોમનાથ, શ્રી કુલદીપ સોજિત્રા, નાયબ બાગાયત નિયામક, ગીર સોમનાથ, શ્રી કુલદીપ ડોડીયા, ખેતીવાડી અધિકારી, ગીર સોમનાથ વગેરે મહેમાનશ્રીઓએ હાજરી આપી હતી. શ્રી જિતેન્દ્ર સિંહ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકેએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.
ડો. પુષ્પકાન્ત સ્વર્ણકારએ સરકારશ્રીના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટેના વિવિધ પ્રયાસો વિશે માહિતી આપી હતી. શ્રી કુલદીપ સોજિત્રાએ બાગાયત ખેતીમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.
કુ. પૂજાબેન નકુમ વિષય નિષ્ણાત, કેવિકેએ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અને રાષ્ટ્રીય કઠોળ મિસન વિશે ટુંકમાં માહિતી આપી હતી. શ્રી રમેશભાઈ રાઠોડ, વિષય નિષ્ણાત, કેવિકેએ પ્રાકૃતિક ખેતીના મૂળભૂત આયામો અને સિદ્ધાંતો વિશે માહિતી આપી હતી. કેવિકેના વિષય નિષ્ણાતો શ્રી મનીશભાઈ બલદાણિયા અને ડો, હંસાબેન ગામી દ્વારા યોજાયેલ તાલીમ કાર્યક્રમોના પ્રમાણપત્રનું વિતરણ ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
કેવિકે ખાતે આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ વેબકાસ્ટિંગ નું સંચાલન શ્રી અજયભાઈ ધાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ૨૮૮ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કેવિકે સાથે આત્મા વિભાગ તેમજ સોરઠ મહિલા ફેડરેશનનો સિંહ ફાળો રહીયો હોય.