Latest

અખિલ ગુજરાત આહીર સમાજની મિટિંગ પ્રદેશ મંત્રીશ્રી રઘુભાઇ હુંબલના અધ્યક્ષ સ્થાને કરવમમાં આવી

ગઢુલા ખાતે અખિલ ગુજરાત આહીર સમાજ ની મીટીંગ પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જેમાં સમાજ ના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી જેમાં આવનારા દિવસોમાં દ્વારકા મુકામે મહારાસ નું આયોજન છે તેમાં પણ તન મન અને ધન થી સહકાર આપવાની પણ ચર્ચા કરવામાં આવી હતી

સાથે સાથે દરેક તાલુકામાં યુવાનોની ટીમ બનાવીને ત્યાં પણ વિવિધ જવાબદારી યુવાનોને આપવાની જેમાં ગીર સોમનાથ જિલ્લા ની જવાબદારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ ભાઈ તથા ભરત ભાઇ કછોટ અને મનીષ ભાઈ ને સોંપવામાં આવી છે

સાથે સાથે સમાજનો સર્વાગી વિકાસ થાય અને યુવા ટીમ સમાજના હીત માટે આગળ આવે અને યુવાનો નીડર બનીને સમાજના કામો કરે એ દિશા ઉપર ખાસ રઘુભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

એ સિવાય સમિતિના એજન્ડા વિશે પણ પ્રમુખ હડિયા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને દિવાળી સુધીમાં ગાંધીનગર ખાતે સમાજનું કાર્યાલય પણ કાર્યરત કરવાનું જણાવવામાં આવ્યું હતું આ મીટિંગ માં ગુજરાત ના અલગ અલગ જિલ્લા માંથી વડીલો અને યુવાનોને હાજરી આપી હતી.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *