Sports

ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી એસઓયુ ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી

નર્મદા, સંજીવ રાજપૂત: પ્રતિષ્ઠિત આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ક્રિકેટ વિશ્વનું શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક છે અને એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સમગ્ર વિશ્વને ભારતની એકતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે

ત્યારે આ ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવી છે. ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.આ ટ્રોફીને અવકાશની સાથે ૧૮ દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે.

ક્રિકેટ પ્રેમીઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓને આ ટ્રોફીને નજીકથી નિહાળવાની દુર્લભ તક મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રોફીની મુલાકાત ક્રિકેટની લોકપ્રિયતા અને વિશ્વભરના લોકોને એક કરવાની તેની ક્ષમતા બતાવે છે.

આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફીએ આ વર્ષની શરૂઆત થી જ તેની અદભૂત સફર શરૂ કરી છે. પૃથ્વીથી ૧,૨૦,૦૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલ સ્ટ્રેટોસ્ફિયર સુઘી પહોંચી હતી,

આ રોમાચક સફરે અખબારો અને ટી.વી ચેનલ્સની હેડલાઇન્સ બનાવી હતી. ટ્રોફીની રોમાંચક અને ઐતિહાસિક સફર દરમિયાન તેને વિશ્વભરમાં વિવિધ પ્રસિદ્ધ સ્થળોએ લઈ જવામાં આવી છે, જે તેને એકતા અને રમતગમતની શ્રેષ્ઠતાનું પ્રતીક બનાવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *