૧ લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે એઇડ્સ રોગથી લોકોને માહિતગાર કરવા માટે આદ્યશક્તિ જનરલ હોસ્પીટલ અંબાજી ખાતે જનજાગૃતિ સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત આદ્યશક્તિ હોસ્પીટલના અધિક્ષકશ્રી વાય કે.મકવાણા, જનરલ સર્જનશ્રી મનસુખ પટેલ, નર્સિંગ કૉલેજના વાઇસ પ્રિન્સિપાલસુશ્રી કોમલબેન અને દાતા તાલુકાના રેડક્રોસના પ્રમુખશ્રી અને રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રી મહેન્દ્રભાઈ અગ્રવાલ, આઈસીટીસી કાઉન્સિલરશ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા એઇડ્સ અને એચ.આઇ.વીનું માર્ગદર્શન તેમજ સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી.
તેમજ ટ્રાઈબલ યુવકોમાં જનજાગૃતિ વધે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં લોકોમાં એઇડ્સ અને એચ.આઇ.વી અંગે સભાનતા અને જાગૃતિ કેળવાય એ માટે અંબાજી નગરમાં રેલી યોજવામાં આવી હતી. જેમાં વિવિધ બેનરો અને સંદેશ દ્વારા લોકોને જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી