સુરત એરપોર્ટ પર જૂન મહિનામા ૧૦૯૬૫૮ પેસેન્જર ની અવર જવર નોંધાઈ હતી.મે મહિનાના આંકડા જોતા ગત મહિના કરતા ઘટાડો જોવા મળ્યો છે તેનું સીધુ કારણ અનેક વાર ગો એરની ફલાઇટ તેમજ અન્ય ફલાઇટ ની મૂવમેન્ટમાં ઘટાડો થયો હતો તેની સીધી અસર થઈ છે .આમ છતાં આગળના મહિનામા ધીરે ધીરે ફરી એક વાર આંકડો વધશે ટુંક સમયમાં સુરત થી પ્રીમિયમ એર લાઇન્સ વિસ્તારા સુરત થી તેમની સેવાનો પ્રારંભ કરશે…
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપની એર લાઈન સાથે વાત ચીત થયા મુજબ સુરતથી અત્યારે ઓપરેટ થઈ રહેલી સ્પાઇસ જેટ અને ઇન્ડિગો તેમનો વિસ્તારા સુરત થી કરી રહી છે.ઓપરેટરોએ દિલ્હી,લખનઉ,ગોવા ની ફલાઇટ ઉમેરશે.તેવી આવનારા દિવસો માં પૂરી સંભાવના છે.
આંતરાષ્ટ્રીય સેક્ટર માં દુબઈ નું પણ પ્લાન છે જો કોઈ અડચણ ઉભી નહિ થાય અને દુબઈમાં સ્લોટની મંજુરી મળે તો સપ્ટેમ્બર મહિનામાં આ સેવા પ્રારંભ થઈ શકે એમ છે .અન્ય બીજી એર લાઈન નામ નહિ આપવાની શરતે સિંગાપોર વાયા કનેક્શન સુરતથી આપે તેવી સંભાવના છે.
વિન્ટર સિડ્યુલમાં સુરત એરપોર્ટને ઘણા સેક્ટર મળશે તેવી અંદર ના સૂત્રોથી માહિતી મળી છે.સુરતમાં નવા સેક્ટરો ઓપન તો એરલાઇન્સને કરવાજ છે પરંતુ સુરત એરપોર્ટ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામની ધીમી ઝડપ એર લાઇન્સને નડી રહી છે જે સમય સ્લોટ જોઈએ છે તે તેમને મળી નથી રહ્યો.
સુરત એરપોર્ટ પર જૂન મહિના મા ૧૦૯૬૫૮ પેસેન્જર ની અવર જવર હતી….
મેં મહિના કરતા જૂન મહિનામાં ઘટાડો જોવા મળ્યો હતો…
ઓપરેટરોએ દિલ્હી,લખનઉ, ગોવાની ફલાઇટ ઉમેરશે….
આંતરાષ્ટ્રીય સેક્ટર માં દુબઈ નું પણ પ્લાનમાં છે…