બી.એ.પી.એસ.સંસ્થા દ્વારા બાળ બાલિકાઓના સર્વાંગી વિકાસ માટે બાળ તથા બાલિકા મંડળો ચાલે છે. સંસ્થાના ૯૦૦૦ થી વધુ બાળ મંડળોમાં ૧ લાખ થી વધુ બાળ બાલિકાઓને વિવિધ માધ્યમો દ્વારા સતત માર્ગ દર્શન મળતું રહે છે. બાળ મંડળની શરૂઆત સન ૧૯૫૪ માં પૂ.યોગીજી મહારાજે કરેલ, આજે સંસ્થાના ૧૦૦ સુશિક્ષિત સંતો તથા ૧૬૦૦૦ બાળ કાર્યકરો બાળ બલિકાઓને સત્સંગ, સંસ્કાર, શિક્ષણ , સેવા, સ્વ વિકાસ દ્વારા સર્વાંગી ઘડતર, માતાપિતાના ઉપકારો, અભ્યાસ, ભગવાનમાં શ્રદ્ધા, આગળ વધવાની પ્રેરણા, વૃક્ષ, વીજળી, પાણી બચાવવાનો સંકલ્પ, વગેરે બાબતોની દૃઢતા કરાવી રહ્યા છે.
ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં અક્ષરવાડી મંદિરના કોઠારી સંત પૂ. યોગવિજય સ્વામી તથા પૂ.વિનયપુરુષ સ્વામીના માર્ગદર્શન નીચે કુલ ૧૦૨ બાળ તથા ૭૮ બાલિકા મંડળો ચાલે છે. આ માટે ૩૦૦ બાળ બાલિકા કાર્યકરો સતત પ્રયત્નશીલ છે.
તાજેતરમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન પૂ. મહંત સ્વામી મહારાજે સર્વોના જીવનને હિતકારી એવા ૩૧૫ શ્લોક ધરાવતા સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ આપેલી છે તેના આધારે ભાવનગરના જુદા જુદા ક્ષેત્રોમાં બાળકો દ્વારા બાળ બાલિકા પારાયણનું આયોજન કરવામાં આવેલ હતું. શહેરમાં કુલ ૩૩ બાળ પારાયણ થઈ જેમાં ૩૧૪૨ જેટલા બાળકોએ લાભ પ્રાપ્ત કર્યો હતો.
આ બાળ પારાયણની સમાપન સભા અક્ષર વાડી ખાતે તા.૨૪.૯.૨૩ રવિવારે યોજાયેલ સત્સંગ સભામાં સંપન્ન થઈ જેનું સમગ્ર સંચાલન બાળકો દ્વારા જ કરવામાં આવ્યું હતું. નૃત્ય, સંવાદ, વાર્તા, વિડિયો, વિષયોની બાળકો દ્વારા છણાવટ એવા વિવિધ માધ્યમો દ્વારા સચોટ પ્રસ્તુતિ કરવામાં આવી.
બાળ પારાયણનો પ્રથમ વિષય હતો ‘ કુસંગનો ત્યાગ’
સંગ એવો રંગ, કુસંગી મિત્રોનો સંગ બાળ વયમાં થઈ જાય તો બાળપણ બગડે છે. અભ્યાસ બગડે છે માટે મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષા ગ્રંથ ના ૨૦૯ માં શ્લોકમાં કહે છે કે બાળપણથી જ સારા બાળકોનો સંગ રાખવોને કુસંગ અને વ્યસનોથી બાળકો ને દુર જ રાખવા.
વર્તમાન સમયમાં બાલ્યાવસ્થા બગાડનાર બીજું માધ્યમ છે ‘મોબાઈલ ‘.
આજે નાના બાળકો પણ મોબાઈલના વ્યસની બનતા જાય છે. મોબાઇલ પૈસા, સમય, સંસ્કાર, સ્વાસ્થય, અભ્યાસ તથા જીવન બગાડે છે. માટે બાળકોએ મોબાઈલના ઉપયોગ ઉપર ચોકડી મારવી જોઈએ અને કદાચ ઉપયોગ કરવાનો થાય તો મમ્મી પપ્પાની હાજરીમાં જ જરૂર પુરતો ઉપયોગ કરવો જોઈએ.
બાળ પારાયણ નો બીજો વિષય હતો ‘મારે બનવું છે વિદ્યાર્થી નંબર વન ‘
બાળકો અને વિદ્યાર્થીઓ માટે મોટો શત્રુ છે આળસ. આળસ બાળકો, વિદ્યાર્થીઓને આગળ વધવા નથી દેતા. ત્યારે સત્સંગ દીક્ષા ગ્રંથ આળસને દૂર કરવાનુ માર્ગદર્શન આપે છે. આળસ રૂપી રાક્ષસથી બચવા પૂ. મહંત સ્વામી મહારાજ શ્લોક નં. ૨૧૦ માં ઉપાય બતાવતા જણાવે છે કે વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિતે, ઉત્સાહ થી આદર થકી કરવો સમયને વ્યર્થ કામોમાં બગાડવો નહિ.
બાળ પારાયણ નો ત્રીજો વિષય હતો ‘સંસ્કારી બાળકો બનીએ ‘
સત્સંગ દીક્ષા ગ્રંથ દરેકનું જીવન પરિવર્તન કરે છે. સંસ્કારી, ચારિત્ર્યવાન બનાવે છે , આદર્શ બાળક બનવાની ચાવી એમાં છે. ૨૧૧, ૨૧૨ માં શ્લોકમાં જણાવ્યું છે કે બાળકોએ બાળપણથી જ સેવા વિનમ્રતા દ્રઢ કરવા, નિર્બળ ના થવું, માતા પિતાની સેવા કરવી, સત્સંગ, ભક્તિ અને પ્રાર્થના કરવા.
હાલ અભ્યાસ ની સાથે સાથે બાળ મંડળના ૬૦ જેટલા બાળ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ શ્લોકો કંઠસ્થ કરી રહ્યા છે. ત્યારબાદ સત્સંગ કારીકા ગ્રંથના ૫૬૫ સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરશે.
અક્ષર વાડી ખાતે યોજાયેલ આ બાળ પારાયણ નો લાભ ૫૦૦૦ હજારથી વધુ ભાવિકો એ લીધો હતો અને પોતાના બાળકોને બાળ સભામાં મોકલવા કટી બધ્ધ થયા હતા.