આજ રોજ અંબાજી ૧૦૮ ની ટીમ ને ગબ્બર પર્વત ઉપર નો કોલ મળ્યો હતો.
અંબાજી ૧૦૮ ની ટીમ ને તા ૧૩ ના રોજ અંદાજે ૧૨:૩૦ વાગે છાતી મા દુખાવાનો કોલ મળ્યો હતો તાત્કાલિક અંબાજી ૧૦૮ ની ટીમ ના EMT અલકાબેન અને PILOT ગુલાબ સિંહ તાત્કાલીક ઘટનસ્થળે પહોંચી ગયા હતા. અને ત્યાં પહોંચતા માલૂમ પડ્યું હતું કે દર્દી ગોપાલરામ ઉંમર અંદાજીત ૭૮ વર્ષ ગબ્બર ઉપર ચડતા હતા
ત્યારે અંદાજીત ૩૭૦ પગથીયા ચડ્યા અને અચાનક છાતી ના ભાગે દુખાવો થતાં તેમના સગા વહાલા એ એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર ૧૦૮ ને કોલ કર્યો હતો અને ત્યાર બાદ EMT અલ્કા બેન તેમના સાથી પાઇલોટ ગુલાબ સિંહ ની મદદ લઈ ને જરૂરી સ્ટેચર ની સાથે ૩૫૦ પગથીયા ચડી ને દર્દી સુધી પહોંચ્યા હતા અને દર્દી ની તપાસતા માલૂમ પડ્યું હતું કે દર્દી ને છાતી મા ખૂબ જ દુઃખાવો અને ચક્કર અને ઊલ્ટી ઓ થતી હતી તરત જ સ્ટેચર પર દર્દી ને લઈ ને પર્વત ઉપર થી નીચે ઉતર્યા બાદ એમ્બ્યુલન્સ લીધા હતા ત્યાર બાદ અમદાવાદ હેડ ઑફિસ સ્થગીત ડૉ શ્રી ની સલાહ મુજબ જરૂરી સારવાર આપી અને વધુ સારવાર માટે નજીક ની હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
દર્દી ના સગા એ ૧૦૮ ની ટીમ નો આભાર વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે સાચા અર્થમાં ૧૦૮ એ નવ જીવન આપનારી કડી છે
અંબાજી પ્રહલાદ પૂજારી