Latest

અંબાજી 2000 કરોડના ખર્ચે સૌથી મોટું વિશ્વનું શક્તિપીઠ બનશે ત્રણ વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે. જેમાં અંદાજે 2000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજી નું મુખ્ય મંદિર થી લઈને અંબાજી આસપાસનો વિસ્તાર અને આવી રહેલા પ્રોજેક્ટને લઈને સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે.

અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જીલ્લા કલેક્ટર વરુણ બરનવાલ અંબાજી મંદિર ખાતે આવીને મીડિયાને માહિતી આપી હતી.અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરાશે, જેમા અન્ય કોરીડોર નીમાફક “જય મા કોરીડોર” પણ અંબાજી ખાતે બનાવાશે.

ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યાત્રિકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે તેને લઈને યાત્રિકોની સંખ્યા ને ધ્યાને લઈને લગભગ 2000 કરોડ ના પ્રોજેક્ટ ની તૈયારી કરી છે, જેની અંદર અંબાજી નું મુખ્ય મંદિર ,ગબ્બર ,51 શક્તિપીઠ અને રેલવે સ્ટેશન અને તેની સાથે સાથે અંબાજીના ઘણી બધી વ્યવસ્થા ગટર ,પાણી વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરુ કરાશે ,

અંબાજીનું ડેવલપ પ્લાન પણ બની ગયું છે અને મંજૂરી હેઠળ છે તે બની જાય ત્યારબાદ 6 ટીપી ની કામગીરી પણ શરુ કરાશે.જયારે ટીપી બનશે એટલે અમદાવાદ સુરત ની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ પણ અંબાજી આજુબાજુના વિસ્તારમાં પણ થશે મળતી માહિતી મુજબ યાત્રાધામ અંબાજીમાં 6 ટીપી સ્કીમનું આયોજન હાથ ધરાશે.

દેશમાં શહેરોનો આંતર રાષ્ટ્રીય કક્ષાનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક શહેરોની પસંદગી કરવા માટે 15માં ફાઇનાન્સ કમિશન હેઠળ ન્યૂ સિટીઝ ઇનિશીએટીવ્ઝ યોજના અમલમાં મુકવામાં આવી છે.

જેમાં અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક ટુરીઝમની થીમ પર અને ગિફ્ટ સિટીને નોન મોટરરાઇડ ટ્રાન્સપોર્ટ તરીકે ડેવલપ કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાંથી 12 શહેરને ડેવલપ કરવા માટે વિવિધ રાજયો પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી. આ દરખાસ્તમાં વિવિધ રાજયોએ 28 શહેરને ડેવલપ કરવા માટેની દરખાસ્ત મોકલી છે. આ પૈકી 12 શહેરોની પસંદગી કરાશે. ગુજરાતે અંબાજી અને ગીફટ સીટી એમ બે શહેરોની દરખાસ્ત મોકલી છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *