અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે ભાદરવી પર્વ આવતીકાલ થી શરૂ થઈ ગયો છે ત્યારે અંબાજી ખાતે મેળામા વિવિઘ સમસ્યાઓ અને તકલીફો હજુ ઠેરની ઠેર જોવા મળી રહી છે. વહીવટી તંત્રે માત્ર કાગળ પર સુંદર મેળો જાહેર કરીને લોકોની સમસ્યાઓ દૂર કરી નથી.
અંબાજી મેળાની વાત કરવામાં આવે તો ચોક્કસ પણે કહી શકાય છે કે અંબાજી ખાતે 2022 મેળામા અંબાજીના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. માત્ર મેળાના દિવસો દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા અંબાજીને સ્વર્ગ બતાવવાના ભરપુર પ્રયાસ કરવામાં આવે છે પણ અંબાજીની સમસ્યાઓ દૂર થઈ નથી જે ગંભીર બાબત છે.
બનાસકાંઠા એસપી દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી કે અંબાજીની સ્થાનિક પબ્લિકને પાસ ઇસ્યુ બાદ પોલીસ પોલીસ તંત્ર પાસ માન્ય ન રાખતા તેમને સૂચના આપી દેવામાં આવી કે ગામની સ્થાનિક પબ્લિકને હેરાન કરવામાં ના આવે.પણ બહારની પોલીસ કોઈજ તક્લીફ દુર કરી હતી નહિ.
@@ પાસ હોવા છતા જનતા ભારે હેરાન થઈ @@
અંબાજી મેળામા પોલીસ દ્વારા પત્રકારોને અને પાસ ધરાવતા લોકોને ભારે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. બહારથી આવેલી પોલીસ પાસ વાળાને પ્રવેશ આપતી નથી અને ભારે હેરાન પરેશાન કરી રહ્યા છે જે બાબતે કોઈજ કાયમી નિકાલ હજુ સુધી આવ્યો નથી. અંબાજી ના સૌથી મોટા ગ્રુપ શ્રી આપણું અંબાજી મા લોકોએ પોતાની તકલીફો રજૂ કરી હતી.
@@ આઠ નંબરમા સૌથી મોટું અને રસ્તો બંદ કરી દેવાયો હતો!@@
અંબાજી આઠ નંબર વિસ્તારમા સૌથી વધુ નેતાઓ રહે છે અને લોકો પણ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યાં છે ત્યારે ગઈકાલે પોલીસ દ્વારા આ વિસ્તારમા લોકોને પાસ હોવા છતાં પ્રવેશ આપવામાં આવ્યો હતો નહિ. લોકોએ પોતાની સમસ્યાઓ સોશિયલ મીડિયામાં ઠાલવી હતી.
@@ સાંસદ અને ધારાસભ્ય વોટ લેવા આવેછે,પણ સમસ્યાઓ દૂર કરવા આવતા નથી @@
દાંતા તાલુકાની કમનસીબી એવી છે કે આ વિસ્તારમાં નેતાઓ વોટ લેવા આવેછે પણ જનતાની સમસ્યાઓ દૂર કરવા આવતાં નથી. હાલમાં ઘણા સમયથી અંબાજીની જનતા ભારે હેરાન પરેશાન થઈ રહી છે પણ કાંતિ ખરાડી અને પરબત પટેલ જનતાની સમસ્યાઓમાં હાજર રહેતા નથી.
@@ અંબાજીના વીઆઇપી રોડ પર ગટરો ઉભરાઈ @@
અંબાજી ના વીઆઈપી રોડ ઉપર ગટર ઉભરાઈ યાત્રાધામ ગંદકી થી ખદબદી રહ્યું છે અને તંત્ર વાહવાહી કરી રહ્યું છે.ભાદરવી મહામેળા નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં જીવન જરૂરિયાત વસ્તુના સ્ટોલમા ભાવ ખૂબ ઊંચો રાખવામાં આવ્યો હતો.
@@ અંબાજી રાજદીપ એજન્સીનુ મોટું કૌભાંડ!@@
અંબાજી મા ચાલતી ચર્ચા મુજબ અંબાજીમાં સફાઈ રાજદીપ એન્ટરપ્રાઇઝનો મેનપાવર ચેક કરવામાં આવે તો આ લોકો 700 મેન પાવર ની જગ્યાએ 300 જ મજૂરો રાખ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.2021 મા ફરજ બજાવતા એક કર્મચારીએ જણાવ્યું હતું કે આ લોકોએ ખૂબ મોટું કૌંભાંડ કર્યું છે, જેની તપાસ કરવામાં આવે.